International

વડાપ્રધાન મોદી ૧૨ ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઈન્સોયરન્સ પ્રોગ્રામને સંબોધશે

ઈઝરાયેલ
સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કર્યું છે. ડીપોઝિટ ઇન્સ્યોરન્સ કવરની મર્યાદાને બેંક દીઠ પ્રતિ જમાકર્તા રૂ. ૫ લાખ સુધી વધાર્યા પછી, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા ૯૮.૧ ટકા હતી. આ ૮૦ ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ ૧૬ શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ એક લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. ૧,૩૦૦ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા પ્રધાન, નાણા રાજ્ય પ્રધાન અને ઇમ્ૈં ગવર્નર પણ હાજર રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેમેન્ટ રૂ. ૫ લાખ’ થીમ પર આધારિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમઓએ માહિતી આપી હતી કે તમામ પ્રકારના ખાતા જેમ કે સેવિંગ્સ, ફિક્સ, કરન્ટ અને રિકરિંગ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ હેઠળ આવે છે. આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે.

PM-MODI-FILE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *