અમેરિકા
ચીનમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં યોજાનાર વિન્ટર ઓલિમ્પિક પહેલા દેશમાં કોરોના મહામારીને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આથી ચીનમાં સરકારી ઓથોરિટીએ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે અને અવરજવર પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાથી આવી રહેલી આ ફ્લાઈટમાં સવાર મુસાફરોના કોવિડ-૧૯ ટેસ્ટ રિઝલ્ટ એક્સપાયર થઈ ગયા હતા, તેથી ડેલ્ટા એરલાઈન્સ પ્લેનને અધવચ્ચે જ પરત ફરવું પડ્યું હતું. અમેરિકન એરલાઇન્સ ડેલ્ટાએ ઓમિક્રોન વેરિઅન્ટ્સમાં સંક્રમણને કારણે ક્રિસમસ દરમિયાન તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં કોરોના વાયરસ સંક્રમણના ભયને કારણે ૪૫૦૦થી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તાઇવાનથી શાંઘાઇ આવનાર વિમાનોની સંખ્યાને પણ ડિસઇંફેશન પ્રોસિઝરના લીધે ઘટાડી દેવામાં આવી છે. હાલ ચીનમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ચીનના સિઆન શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉન છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેના કારણે અનેક દેશોમાં ફરી એકવાર પ્રતિબંધોનો સમય પાછો ફરવા લાગ્યો છે. સોમવારે વિશ્વભરમાં ૨,૮૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જ્યારે ૧૧,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. હ્લઙ્મૈખ્તરંછુટ્ઠિી અનુસાર એકલા અમેરિકામાં લગભગ ૧,૦૦૦ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઈન્સ કંપનીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષનો સમય સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે ફ્લાઈટ્સ પર ખરાબ અસર પડી છેઅમેરિકાથી ચીનના શાંઘાઈ શહેર જઈ રહેલી ફ્લાઈટને હવામાંથી જ પાછા ફરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા એરલાઈન્સના આ વિમાનમાં મહામારીથી સંબંધિત સ્વચ્છતા જરૂરિયાતોનું પાલન કરાયું નથી આથી વિમાનને શાંઘાઇમાં લેન્ડ કરવાની મંજૂરી મળી નહોતી. આ સંબંધમાં સાન ફ્રાન્સિસ્કોમાં ચીની કોન્સ્યુલેટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને એરલાઇન્સ કંપનીને ઠપકો આપ્યો હતો. કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ચીન આવતી ઘણી ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે.