અલ્ઝીરિયા
પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કરવા સાથે વિશ્વના અગ્રણી અબજાેપતિઓમાં સ્થાન પામનારા ધનકુબેરોનું ધ્યાન હવે સ્પેસને સર કરવા પર છે. એમેઝોનના જેફ બેજાેેસ, ટેસ્લાના એલન મસ્ક અને અબજાેપતિ રિચાર્ડ બ્રેન્સન વચ્ચે સામાન્ય લોકોને અવકાશ યાત્રા કરાવવા માટે સ્પેસ શટલ ચાલુ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેના ભાગરૂપે દરેકે પોતપોતાના યાનને અવકાશની સફળ યાત્રા કરાવી છે. અબજાેપતિ જેફ બેજાેેસ અને રિચાર્ડ બ્રેન્સન પોતાના યાનમાં અવકાશ યાત્રા કરી આવ્યા છે. જેફ બેજાેેસે પોતાની કંપનીની પ્રથમ ફેરીમાં પ્રવાસ કર્યો હતો અને લગભગ એક સપ્તાહમાં જ પોતાના યાનમાં અવકાશની મુસાફરી કરનાર બીજા અબજાેપતિ બન્યા હતાં કેમ કે એક સપ્તાહ અગાઉ જ અબજાેપતિ રિચાર્ડ બ્રેન્સને પણ એક જૂથ સાથે અવકાશની યાત્રા કરી હતી. એમેઝોનના સ્થાપક બેજાેેસની સાથે આ પ્રવાસમાં તેણે પસંદ કરેલું જૂથ પણ જાેડાયું હતું. આ સ્પેસ યાત્રામાં નેધરલેન્ડનો ૧૮ વર્ષનો યુવાન અને ટેક્સાસના ૮૨ વર્ષના એવિયેશન પાયોનિયર સૌથી નાના અને સૌથી મોટા સભ્ય હતા. અમેરિકાના પ્રથમ અવકાશયાત્રી શેફર્ડના નામ પરથી જેને નામ આપવામાં આવ્યું હતું કે બ્લૂ ઓરિજિનના નવંુ શેફર્ડ રોકેટ વેસ્ટ ટેક્સાસ ખાતેથી ઊડયું હતું અને તેના માટેનો દિવસ પણ ખાસ પસંદ કરવામાં આવ્યો હતો. એપોલો ૧૧ ચંદ્ર પર લેન્ડ થયું હતું તેના ૧૧ વર્ષ પૂરા થવાની તિથિએ જ બેજાેેસે અવકાશ યાત્રા કરી હતી. બેજાેસના આ મોરચે પ્રથમ થવાના ભરચક પ્રયાસો છતાં પણ ર્વિજન ગેલેક્ટિકના રિચાર્ડ બ્રેન્સને તેને નવ દિવસના ગાળા સાથે પાછળ રાખી દીધા હતાં. બ્રેન્સને નવ દિવસ અગાઉ જ ન્યૂ મેક્સિકો ખાતેથી પોતાના યાનમાં અવકાશ યાત્રા કરીને સ્પેસ ટૂરિસ્ટ સ્પેસમાં પ્રથમ બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. જાે કે બ્રેન્સનના પાઇલોટેડ રોકેટ પ્લેનથી વિપરીત જેફ બેજાેેસની કેપ્સ્યૂલ સંપૂર્ણપણે ઓટોમેટિક હતી અને આ અવકાશયાત્રાને હેન્ડલ કરવા માટે કોઈ પાઇલટની ઓન-બોર્ડ જરૂરિયાત રહેતી નથી. જુલાઈ મહિનામાં ૭૧ વર્ષના અબજાેપતિ બ્રેન્સને અન્ય પાંચ ક્રૂ મેમ્બર્સ સાથે પોતાની કંપનીના સામાન્ય માનવી સાથેના પ્રથમ સ્પેસ પ્રવાસમાં સામેલ થવાનું અપ્રતીમ સાહસ પણ દર્શાવ્યું હતું. અવકાશમાંથી પૃથ્વીના અવર્ણનીય દર્શન કર્યા બાદ પૃથ્વી પર સલામત ઉતરાણ કર્યા બાદ હર્ષથી છલકાતા બ્રેન્સને જણાવ્યું હતું કે આ સમગ્ર અનુભવ જાદુઈ હતો. આ દરમિયાન જેફ બેજાેેસની બ્લૂ ઓરિજિને તેની ત્રીજી ક્રૂ સ્પેસ ફ્લાઇટ પણ સફળતાપૂર્વક પાર પાડી હતી. કંપનીએ તેના ત્રીજા પ્રાઇવેટ ક્રૂ મેમ્બર્સ સાથેની યાત્રા સફળતાપૂર્વક પાર પાડી હતી. આ યાત્રાની ખાસ બાબત એ હતી કે પ્રવાસીઓમાં અમેરિકાના પ્રથમ અવકાશયાત્રી એલન શેફર્ડની પુત્રી લૌરા શેફર્ડનો પણ સમાવેશ થાય છે. શનિવારે વેસ્ટ ટેક્સાસના સ્વચ્છ આકાશમાં સફેદ અવકાશયાને પ્રવાસીઓને પૃથ્વીથી ૧૦૦ કિલોમીટર ઉપર આશરે ૧૧ મિનિટની અવકાશયાત્રા કરાવી હતી. છ સભ્યોના જૂથે પ્રવાસના આનંદ સાથે કેટલોક સમય ભારવિહીનતાનો અનુભવ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આના જેવો અનુભવ અગાઉ ક્યારેય થયો નથી.