યુરોપિયન
ફ્રાન્સે કોવિડ–૧૯ સામે લડવા માટેના તેના નિયમોને વધારે કડક બનાવ્યા હતા જે સાથે ૬૫ વર્ષથી વધુ વયના લોકો માટે કોવિડ પાસને વેલિડ રાખવા માટે બૂસ્ટર ડોઝ અનિવાર્ય બનાવાયો છે. તેનો અર્થ એ થયો કે ૬૫ વર્ષથી વધુ વયના બૂસ્ટર ડોઝ વગરના લોકો તેમના હેલ્થ પાસની વેલિડિટી ગુમાવશે. ગયા સમરમાં હેલ્થ પાસ દાખલ કરવામાં આવ્યો હતો જે સિનેમા, મ્યુઝિયમ જેવા સ્થળો પર જવા માટે અથવા ટ્રેનમાં મુસાફરી કરવા કે રેસ્ટોરન્ટ્સ કે કાફેમાં જવા માટે જરૂરી બનાવાયો હતો. ડેનમાર્કના વૈજ્ઞાનિકોએ એક એવો અણુ વિકસાવ્યો છે કે જે જીછઇજી–ર્ઝ્રફ–૨ વાઇરસની સપાટી સાથે એટેચ થઇ જાય છે અને તેને માનવ સેલમાં પ્રવેશતા અને કોવિડ–૧૯નો ચેપ પ્રસરાવતા રોકે છે. સંશોધકોએ નોંધ્યું હતું કે આ અણુ હાલમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એન્ટિબોડીની તુલનાએ મેન્યુફેક્ચર્ડ કરવો સસ્તો અને સરળ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોના સંક્રમિત જાહેર થયા છે. મંગળવારે થયેલાં કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ જાહેર થયા હતા. જાે કે વધુ ભયની બાબત એ છે કે મોરિસન શુક્રવારે જ સિડનીની એક શાળામાં આયોજિત ગ્રેજ્યુએશન સેરેમનીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વાન ડેરે બુધવારે ચેતવણી ઉચ્ચારી હતી કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં ૨૭ દેશોના બ્લોકમાં ઓમિક્રોન વાઇરસનું આધિપત્ય છવાઇ જશે તેવી અપેક્ષા છે. ઇયુની એક્ઝિક્યુટિવ બ્રાન્ચના વડાએ જણાવ્યું હતું કે ઇયુ ઓમિક્રોનનો સામનો કરવા સજ્જ છે અને યુરોપના ૬૬.૬ ટકા વસ્તી ફુલ્લી વેક્સિનેટેડ છે.
