International

વ્યક્તિ દ્વારા લાફો મારવાની નોકરીમાં યુવતીને રાખી

વોશિંગ્ટન,
ઉદ્યોગપતિ હોવાની સાથે મનીષ શેઠી એક બ્લોગર પણ છે. એવું જણાવાયું છે કે મનીષને ફેસબુકની લત હતી, તેથી જ્યારે તેઓ કામ કરતા ત્યારે તેઓ આ મહિલાને પોતાની બાજુમાં બેસાડતા, જેથી જાે તેમનું કામથી ધ્યાન ભટકે ને ફેસબુક પર જાય તો ત્યારે તે મહિલા તેમને એક લાફો ઝીંકી દે. જેથી મનીષ ફેસબુક છોડીને ફરી પોતાનું ધ્યાન પોતાના કામમાં પરોવે. શેઠીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે સામાન્ય દિવસોમાં તેમનો પ્રોડક્ટિવિટી રેટ ૩૫-૪૦ ટકા આસપાસ રહેતો હતો, પરંતુ જ્યારે કારા મારી બાજુમાં હોય છે ત્યારે આ રેટ ૯૮% સુધી પહોંચી જાય છે.એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. આ રસપ્રદ જાેબ આપનારા ભારતીય-અમેરિકીનું નામ મનીષ શેઠી છે. ભારતીય મૂળના અમેરિકન મનીષ શેઠીએ આ મહિલાને એટલા માટે નોકરી પર રાખી છે, જેથી જ્યારે પણ તેઓ ફેસબુક ખોલે ત્યારે એ મહિલા તેમને જાેરથી એક તમાચો લગાવી દે. આ યુવતીનું નામ કારા છે. થપ્પડ મારવા માટે આ મહિલાને પ્રતિ કલાક ૮ ડોલરના હિસાબે સેલરી પણ આપવામાં આવે છે. લગભગ ૯ વર્ષ પહેલાં પોતાની જાેબ કરી રહેલી આ મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો અને એ સમયે પણ ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં જ જાેકે ટેસલાના સીઈઓ એલન મસ્કે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઈમોજી સાથે શેર કર્યો છે. એ પછી આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો શેર કરતાં શેઠીએ વર્ષ ૨૦૧૨માં લખ્યું હતું, ‘જાે હું મારો સમય બરબાદ કરું તો તમારે મને અટકાવવો પડશે અને જરૂર પડે તો મને લાફો પણ મારજાે.’ જેવો આ વીડિયો એલન મસ્કે આ વીડિયો શેર કર્યો તો મનીષ શેઠીએ આના પર રિપ્લાય આપ્યો. મનીષ શેઠીએ રિપ્લાય કરીને લખ્યું કે આ તસવીરમાં જે યુવક છે એ હું જ છું. એલન મસ્કે શેર કર્યા પછી મારી રિચ હવે વધુ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *