International

શાહીન વાવાઝોડું નબળુ પડયું ઃ મૃત્યુઆંક ૧૩

દુબઇ
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે શાહીન વાવાઝોડાની ગતિ હવે ઘટીને પ્રતિ કલાક ૯૦ કિલોમીટરની થઇ ગઇ છે અને હજુ પણ તે ગતિ ઘટી જતાં વાવાઝોડુ નબળુ પડી જશે અને છેવટે શાંત થઇ જશે. ઉલ્લેખનીય છે કે શાહીન વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પ્રતિ કલાક ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.શાહીન વાઝાડોના કારણે મરનારા લોકોની સંખ્યા સોમવાર સુધીમાં ૧૩ ઉપર પહોંચી ગઇ હતી જ્યારે દરિયામાં માછીમારી કરવા ગયેલા ઇરાનના કેટલાંક માછીમારો હજુપણ લાપતા છે પરંતુ તેઓની સંખ્યા જાણી શકાઇ નથી. દરમ્યાન આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇને નબળુ પડી ગયું હતું. ઓમાના સત્તાવાળાઓે કહ્યું હતું કે તેમનો એક નાગરિક જ્યારે તેના વાહનમાં જઇરહ્યો હતો ત્યારે તેના ઉપર પૂરના પાણી ફરી વળ્યા હતા, પરંતુ આ ઘટના અંગે કોઇને જાણ નહોતી તેથી તે વ્યક્તિને પોલીસે લાપતા થયેલા લોકોમાં ગણી લીો હતો પરંતુ તેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. રવિવારે આ વાવાઝોડા જમીન ઉપર પછડાયું હતું ત્યારે એક બાળક પાણીમાં તણાઇ ગયું હતું જ્યારે અન્ય એક સ્થળે થયેલા ભૂસ્ખલનમાં એશિયા ખંડના બે વિદેશીઓના મોત થયા હતા એમ તેમણે કહ્યું હતું. ઓમાનની નેશનલ કમિટિ ફોર ઇમરજન્સી મેનેજમેન્ટ દ્વારા સોમવારે જાહેરાત કરાિ હતી કે આ વાવાઝોડામાં વધુ સાત લોકોના મોત સથયા હતા. જાે કે તેઓના મોત કઇ રીતે થયા હતા તે અંગે સત્તાવાળાઓએ કોઇ ખુલાસો કર્યો નહોતો. બીજી બાજુ ઇરાનની સમાચાર સંસ્થા ઇરનાએ કહ્યું હતું કે ઇરાનના પાકિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારમાં આવેલા માછીમારોના પાસાબંદર નામના ગામેથી ગૂમ થયેલા બે માછીમારોના મૃતદેહ સોમવારે બચાવ ટુકડીના જવાનોને મળી આવ્યા હતા. આ અગાઉ રવિવારે ઇરાનની સંસદના ડેપ્યુટિ સ્પિકર અલી નિકઝાદે કહ્યું હતું કે તેમને એવી આશંકા છે કે વાવાઝોડાના કારણે છ માછીમારોના મોત થયા હતા. આ વાવાઝોડાના કારણે ઉઠેલી ધૂળની ડમરીઓના કારણે ઇરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના અનેક શહેરો અને ગામડાઓમાં લોકોના ઘરો અને દુકાનોમાં ધૂળના ઢગલા થઇ ગયા અને અનેક લોકોના નાક, મ્હોં અને આંખોમાં ધૂળ ઘૂસી જતાં ૧૨૨ લોકોને સારવાર માટે હોસ્પિટલ જવાની ફરજ પડી હતી એમ ઝાબોલ શહેરના ગવર્નર અબ્બાસી અર્જમંદીએ કહ્યું હતું.

Shahin-Vavajodu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *