International

શ્રીલંકાએ ભારત પાસે ૫૦ કરોડ ડોલરની લોન માંગ

શ્રીલંકા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી રહી છે. અત્યારે તે ૮૫ ડોલરની નજીક છે. આ કારણે શ્રીલંકાને તેલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઈલ પેમેન્ટ ૪૧.૫ ટકા વધીને ૨ અબજ ડોલર થઈ ગઈ છે. નાણાપ્રધાન તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને કારણે પર્યટન અને પ્રેષણને અસર પહોંચતા દેશની કમાણી ઘટી છે. શ્રીલંકા ગંભીર વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે.શ્રીલંકાની સરકારે જણાવ્યું છે કે તે વિદેશી મુદ્રાની કટોકટી વચ્ચે તેલ ખરીદી માટે ચૂકવણી કરવા માટે ભારત પાસેથી ૫૦ કરોડ ડોલરની લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે સ્થાનિક ઉર્જા મંત્રી ઉદય ગમનપિલાએ જણાવ્યું હતું કે, “લોન પ્રસ્તાવ મંજૂરી માટે નાણા વિભાગને મોકલવામાં આવ્યો છે ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.” ઉદય ગમનપિલાએ કહ્યું કે કેબિનેટે ઈંધણ ખરીદવા માટે ઓમાન પાસેથી ૩.૬ અબજ ડોલરની લોન મંજૂર કરી દીધી છે. ગમનપિલાએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી મુદ્રા સંકટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે દેશમાં ઈંધણની વર્તમાન ઉપલબ્ધતા આવતા વર્ષના જાન્યુઆરી સુધીની ખાતરી આપી શકાય છે. દેશની પેટ્રોલિયમ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (ઝ્રઁઝ્ર) દ્વારા ઈંધણના ભાવમાં વધારાની આશંકાને ધ્યાનમાં રાખીને ગુરુવારથી દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી હતી. વધતી મોંઘવારીના કારણે તેણે આ પગલું ભર્યું હતું. દેશના ચલણમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શ્રીલંકાનું અર્થતંત્ર પર્યટન અને ચાની નિકાસ પર ઘણું ર્નિભર છે. રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રાજપક્ષેએ કહ્યું કે બાહ્ય સંકટ સિવાય ઘરેલું મોરચે પણ સંકટ છે. દેશની આવક ઘટી રહી છે જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *