International

૧૪ વર્ષે ખિતાબ જીતતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જૂતમાં જામ પીધો

ફ્રાન્સ ,
ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ના ટાઇટલ જંગમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચનો ટોસ જીત્યો હતો, જે તેના માટે સૌથી મોટો ફાયદો હતો. વાસ્તવમાં ફાઈનલ પહેલા દુબઈમાં રમાયેલી છેલ્લી ૧૨ મેચોમાં ટોસ હારનારી ટીમ માત્ર એક જ વખત જીતી શકી હતી. જ્યારે ૧૧ વખત એ જ ટીમ જીતી હતી જે ટોસની બોસ બની હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક ૧૮.૫ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની આખરી ફતેહનો હીરો હતો મિશેલ માર્શ, જેણે બેટથી અણનમ ૭૭ રન બનાવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ડેવિડ વોર્નર બન્યો હતો.ઓસ્ટ્રેલિયન ટીમ જે પણ કરે છે તે ખૂબ કરે છે. ક્રિકેટમાં લડીને મેદાન મારવાની વાત હોય કે પછી જીતનો જશ્ન કંઈક અલગ રીતે મનાવવાનો હોય. અને, જ્યારે આવી કોઇ ખાસ વસ્તુ પહેલીવાર પોતાની પાસે આવી છે, તો પછી શું કહેવું? હવે આ વખતના ્‌૨૦ વર્લ્‌ડ કપના ટાઈટલને જ લઈ લો. ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ્‌૨૦ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું છે. ટૂર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત તે ્‌૨૦ વર્લ્‌ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે. હવે જીત મોટી છે તો સ્વાભાવિક છે કે ઉજવણી પણ મોટી થશે. ઓસ્ટ્રેલિયન ટીમે ટી૨૦ વર્લ્‌ડ કપની જીતની ખૂબ જ સારી રીતે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરી હતી. ખુશીના કારણે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં શૂઝ સાથે જામનો આનંદ લેતા જાેવા મળ્યા હતા. ડ્રેસિંગ રૂમમાં જૂતા સાથે જામ ચઢાવતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો વીડિયો ૈંઝ્રઝ્રએ તેના ટિ્‌વટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે ખેલાડીઓ તેમના જૂતા ઉતારે છે અને પછી તેમાં ટીન માંથી પિણાંને રેડીને પીતા હોય છે. જાે કે, જૂતા સાથે જામ કરીને ઉજવણી વ્યક્ત કરવાની આ પદ્ધતિ નવી નથી. તેને ઓસ્ટ્રેલિયન ફોર્મ્યુલા વન રેસર ડેનિયલ રિકિયાર્ડોએ પ્રખ્યાત બનાવી છે. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પણ ઉજવણીની તેની આ પ્રખ્યાત રીત અજમાવી રહી છે. જૂતામાંથી જામ પીવા ઉપરાંત ખેલાડીઓ ખુશ થયા હતા અને સફળતા માટે એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

Austrealia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *