ન્યૂયોર્ક
એઆરકે ઇટીએફ માટેની ટ્રેડિંગ એરેન્જમેન્ટનો અર્થ તેના અંગે આવતી વિગતો એક દિવસ પછી આવે છે, પરંતુ મંગળવારે એઆરકેકે ૪.૨ ટકા ઘટયો તે જાેતા છેલ્લા સત્રમાં તેમા હજી પણ વધુ ઘટાડો નોંધાયો હોય તેવી સંભાવના વધારે છે. હવે જાે કંપની દ્વારા ટેસ્લાના ૨૭ કરોડ ડોલરથી પણ વધારે મૂલ્યના શેરો વેચવામાં આવ્યા હોય તો પણ ડેઇલી ટ્રેડિંગ અપડેટ્સ ફક્ત આર્ક ટીમે લીધેલા પગલાં દર્શાવે છે, તેમા રોકાણકારના પ્રવાહના લીધે જાેવા મળતી રિડેમ્પશનની પ્રવૃત્તિનું પ્રતિબિંબ પડતું નથી.કેથી વૂડે ટેસ્લાના ૨૭ કરોડ ડોલરના શેર વેચી નાખ્યા છે. તેણે તેની આર્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા ટેસ્લાના ૩,૪૦,૦૦૦થી વધારે શેર વેચ્યા છે. ત્રણ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) દ્વારા તેણે તેનું વેચાણ કર્યુ છે, એમ ફર્મના ડેઇલી ટ્રેડિંગ અપડેટમાં જણાવાયું હતું. આમ છતાં પણ ઇલોન મસ્કની કંપનીમાં એઆરકે ઇનોવેશન ઇટીએફનું ૧૧ ટકા રોકાણ છે. ટેસ્લામાં કંપનીનો હિસ્સો દસ ટકાથી વધુ થઈ ગયા બાદ તે વધેલા હિસ્સાના શેર વેચવાનું આયોજન ધરાવતી હતી. જ્યારે પણ રેટ સેન્સિટિવ ઇન્વેસ્ટિંગ સાઇકલને ે વિશ્વસ્તરે ફટકા પડે છે તે સમયે બીજી કંપનીઓની તુલનાએ ટેસ્લા સારી સ્થિતિમાં હોય છે. ટેસ્લા અત્યાર સુધી વૂડની સૌથી ફેવરિટ કંપની રહી છે. કેથીનું એઆરકેકે ફંડ તેમા સૌથી વધારે હોલ્ડિંગ ધરાવે છે. કેથીએ આગાહી કરી છે કે ટેસ્લાના શેરનો ભાવ હાલના ૭૭૮ ડોલરથી વધીને ૩૦૦૦ ડોલર થઈ જશે. આમ છતાં પણ આર્ક ટેસ્લામાં તેનું રોકાણ અમુક હદ કરતાં વધી જાય ત્યારે તેના હિસ્સામાં ઘટાડો કરે છે. ટેસ્લાનો શેર મહિનામાં ૫.૭ ટકા વધ્યો છે. તેની તુલનાએ ૧૦૦ ટેકનોલોજી કંપની શેરોનો ઇન્ડેક્સ નાસ્ડેક ૫.૨ ટકા ઘટયો છે. એઆરકેકે ૮.૨ ટકા ઘટયો છે.