International

WHOએ આફ્રિકાના બાળકોને મેલેરિયા વેકિસન આપવાનો પ્રારંભ કર્યો

આફ્રિકા
આ વેકિસનથી મેલેરિયાથી બચવા માટેનાં મોસક્વટોનેટ (મચ્છર દાની) તથા મચ્છરો મારી નાખે તેવા સ્પ્રે સાધનો તો વાપરવા જ જાેઈએ પરંતુ આ વેકિસનથી રોગ સામે વધુ સબળ પરીક્ષણ થઈ શકશે. આ મેકસિકો-વેકિસન માટે ઘણાં રસાયણોનો તો ઉપયોગ થાય જ છે પરંતુ તેમાં સૌથી વધુ ઉપયોગી શીલે કિવલેય ટ્રી છે તેમ પણ વ્હુએ જણાવ્યું છે. ૧.૩ અબજની વસ્તી ધરાવતાં આફ્રિકામાં જ વિશ્વભરનાં કુલ મેલેરિયા કેસોનાં ૯૪ ટકા જેટલા કેસો થતા જાેવા મળે છે. વાસ્તવમાં આ રોગ રોકી શકાય એમ છે. મચ્છરો એકનાં શરીરમાંથી બીજાનાં શરીરમાં લઈ જઈ શકે છે.વિશ્વભરમાં દર વર્ષે લાખ્ખો લોકોનો જાન લેનારા મેલેરિયાનો કાળો કેર સૌથી વધુ આફ્રિકામાં ઉતરે છે. જેથી ૨૦૧૯નાં વર્ષમાં જ આફ્રિકામાં પાંચ વર્ષથી નીચેના બાળકો પૈકી ૨,૭૪,૦૦૦નાં મેલેરિયાને લીધે મૃત્યુ થયાં હતાં. તેમ જણાવતાં વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન – ઉૐર્ં કહે છે કે આ રોગ સામેની વેકિસન આફ્રિકામાં જ આફ્રિકન્સ દ્વારા શોધવામાં આવી છે. તે સૌથી વધુ આનંદની વાત છે. કારણ કે કોવિડ કરતાં પણ મેલેરિયાથી વધુ મૃત્યુ દર વર્ષે થાય છે. આ વેકિસન બ્રિટિશ ઔષધ કંપની ગ્લેક્સો સ્મિથ કિલન દ્વારા બનાવવામાં આવી છે. જે આરટીએસ કિંવા. મોકિવ રિક્ષ કહેવાય છે અને તેનું વ્યાપારી ધોરણે તે કંપની ઉત્પાદન કરી રહી છે. ઉૐર્ં એ તે વેકિસન માટે ભલામણ પણ કરી છે. ૨૦૧૯થી ધાના, કેન્યા અને મલાવમાં આના ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેમાં ઉૐર્ં નો ઘણો મોટો ફાળો પણ છે. આ રોગને લીધે સૌથી વધુ મૃત્યુ પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકો ભોગ બને છે. વાસ્તવમાં આ રસીનું પરીક્ષણ તો દસ-દસ વર્ષથી થતું રહેતું હતું. તેમ કહેતા ઉૐર્ંના ડીરેકટર જનરલ ટેન્ડ્રોસ અધનોમ ઘેબ્રીયેસસ કહે છે કે તે રસી આફ્રિકાના વિજ્ઞાાનીઓ દ્વારા જ બનાવવામાં આવી છે. તે જાણી મને ઘણો ગર્વ થાય છે.

WHO-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *