અલ્ઝીરિયા
અમેરિકી પ્રમુખ જાે બાઇડેને ૧૧ સપ્ટેમ્બર પહેલાં જ પોતાની સેનાની વાપસીની જાહેરાત કરી હતી. મે મહિનાથી અમેરિકી સૈન્ય વાપસી શરૂ થઈ ગઈ હતી. તે સાથે જ અમેરિકાએ પોતાના સૌથી લાંબા સમયના યુદ્ધના અંતની પણ જાહેરાત કરી દીધી હતી. દક્ષિણી હેલમંડ સહિત અફઘાનિસ્તાનના અન્ય છ પ્રાંતો પર તાલિબાને અફઘાન સેના પર જબરજસ્ત હુમલો કર્યો હતો. તાલિબાને કાબુલના પરાવિસ્તાર સમાન નેરખ જિલ્લા પર કબજાે કરી લીધો. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે લડાઈ તેજ થઈ ગઈ હતી અને વીતેલા ૨૪ કલાકમાં ૧૫૦ અફઘાની સૈનિકો માર્યા ગયા હતા. દેશના ૩૪ પૈકી ૨૬ પ્રાંતમાં લડાઈ રૌદ્રરૂપ લઈ રહી હતી. તાલિબાની આતંકવાદીઓએ પોતાના ગઢ સમાન દક્ષિણ અફઘાનિસ્તાનના પ્રદેશોમાંથી ઉત્તર અફઘાનિસ્તાન પર હુમલા તેજ કર્યા હતા. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીએ જણાવ્યું હતું કે, તાલિબાનીઓએ ૩૭૦માંથી ૫૦થી વધુ જિલ્લામાં કબજાે જમાવી લીધો હતો.દેશમાં તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજાે કરીને પોતાની સત્તાનો રસ્તો તદ્દન સાફ કરી દીધો છે. બે દાયકા પછી તાલિબાને પુનઃ સત્તા હાંસલ કરવાની શરૂઆત ખૂબ પહેલાં જ કરી દીધી હતી, પરંતુ સફળતા અંતિમ ચાર મહિનામાં જ મળી. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે તાલિબાને જે ઝડપે અફઘાનિસ્તાન પર કબજાે કર્યો તે ઘટનાક્રમ ખરેખર આૃર્યમાં મૂકે તેવો છે. તાલિબાને કાબુલનો કબજાે કર્યા પછી કાબુલમાં અરાજકતાનો દોર હતો. એરપોર્ટ પર દેશ છોડીને જનારાઓની મોટી ભીડ હતી. ચાર મહિનાની આ તાલિબાની કવાયત પર એક નજર નાખી લઈએ.કંદહાર સહિત ચાર પ્રાંતીય રાજધાનીઓ પર તાલિબાનનો કબજાે થઈ ગયો. હેરાત પર કબજાે કરતી વખતે વિરુદ્ધ લડાઈ લડનારા કમાન્ડર મહમદ ઇસ્માઇલને બંદી બનાવી લીધા અમેરિકી સેનાએ બાગરામ એરબેઝ ખાતેથી પોતાના મુખ્યાલયને ખાલી કરી દીધું. કાબુલ નજીક આવેલા આ સૈન્ય મથકને સમેટી લેતાં જ અફઘાન યુદ્ધમાં અમેરિકી ભાગીદારી પૂરી થઈ ગઈ. તાલિબાને અફઘાનિસ્તાનની સરકારને લેખિત શાંતિ દરખાસ્ત આપવાની વાત કરી.અમેરિકીના વરિષ્ઠ જનરલે જણાવ્યું કે તાલિબાની આતંકવાદીઓએ દેશના લગભગ અડધા જિલ્લા પર કબજાે કરી લીધો. કંદહાર સહિત ચાર પ્રાંતીય રાજધાનીઓ પર તાલિબાનનો કબજાે થઈ ગયો. હેરાત પર કબજાે કરતી વખતે તાલિબાન વિરુદ્ધ લડાઈ લડનારા કમાન્ડર મહમદ ઇસ્માઇલને તાલિબાને બંદી બનાવી લીધા. નાનકડી અથડામણો પછી તાલિબાને ઉત્તર અફઘાનિસ્તાનના મુખ્ય શહેર મઝાર-એ- શરીફ ઉપરાંત કાબુલથી લગભગ ૭૦ કિમી.ના અંતરે આવેલા પુર-એ-આલમ પર કબજાે જમાવી લીધો. કોઈપણ પ્રકારની લડાઈ વિના તાલિબાનોએ જલાલાબાદ જેવા મોટા શહેર પર કબજાે કરીને રાજધાની કાબુલમાં પ્રવેશ કરી દીધો. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આજે જે સ્થિતિ જાેવા મળી રહી છે, તેની રૂપરેખા ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય વાપસીની ઘોષણા કરીને તાલિબાન સાથે સમજૂતી પણ કરી હતી.