International

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનના ધજાગરા કર્યા

નવી દિલ્હી
પાકિસ્તાનને કોઈપણ પ્રકારની મદદ ન આપવી જાેઈેએ. પાકિસ્તાને લાંબા સમય સુધી તેનો ફાયદો ઉઠાવ્યો છે. આગામી કેટલાક વર્ષો સુધી અફઘાનિસ્તાનની સાથે-સાથે પાકિસ્તાનના કામકાજને પણ જાેવું જાેઈએ. તેની સાથે તેમણે પાકિસ્તાનને નોન-નાટો સહયોગી તરીકે દૂર કરવાની પણ ભલામણ કરી હતી. તાલિબાન અંગે તેમણે જણાવ્યું હતું કે તે વિચારવું પણ મોટો ભ્રમ છે કે તાલિબાનના માધ્યમથી કોઈપણ પ્રકારના નાણાનો ઉપયોગ માનવ કલ્યાણ પાછળ થશે. તાલિબાન આ નાણાનો ઉપયોગ પોતાને મજબૂત બનાવવા કરશે. આપણા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તાલિબાનને મજબૂત બનાવ્યા વગર અફઘાની લોકોની મદદ કેવી રીતે કરવી.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનની આબરુના ધજાગરા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને લાંબા સમયથી તેના બંને હાથમાં લાડવા રાખ્યા છે. તેમણે સાંસદોને સલાહ આપી કે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની મદદ ન કરવી જાેઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન એનએસએ રહેલા જનરલ એચ આર મેકમાસ્ટર અફઘાનિસ્તાનના મુદ્દે કોંગ્રેસની શક્તિશાળી સમિતિ સામે રજૂ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકા સામે કેટલીક ટિપ્પણીઓ કરી છે. આ નિવેદનો માટે ઇમરાન ખાનને અમેરિકાના વહીવટીતંત્રએ જવાબદાર ઠેરવવું જાેઈએ. તેમણે જણાવ્યું હતું કે આપણે પાકિસ્તાનની આર્થિક સહાયતા કેમ કરીએ. તેમણે તાલિબાન, લશ્કર-એ-તૈયબા અને હક્કાની નેટવર્ક જેવા સંગઠનોની કરેલી મદદના લીધે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવું જાેઈએ, કેમકે આ સંગઠન માનવતા માટે ભયજનક છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન જ પાકિસ્તાનને મળતી બધા પ્રકારના સુરક્ષા મદદ પર પ્રતિબંધ મૂકાયો હતો, બાઇડેન વહીવટીતંત્રએ પાકિસ્તાન સાથે હજી સુધી સુરક્ષા સહયોગ શરુ કર્યો નથી.ી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *