International

અમેરિકામાં એચ૧-બી વિઝા ફાઇલિંગ ફીમાં વધારો કરવાની દરખાસ્ત

અમેરિકા,
ેમ્પ્લોયર સ્પોન્સર પરમેનન્ટ રેસિડેન્સી માટે ૮૦૦ ડોલર અને એફ–૧ અથવા સ્ટુડન્ટ વિઝા માટે ૨૫૦ ડોલરની દરખાસ્ત કરવામાં આવી છે કે, જે શિક્ષણ સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે. તેમાં ચોક્કસ નોન–ઇમિગ્રાન્ટ્‌સના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ફોર્મ માટે વધુ ૫૦૦ ડોલરના સપ્લિમેન્ટરી ચાર્જ વસૂલવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. એચ–૧બી વિઝામાં સૂચિત વધારાને નિષ્ણાતો ઘાયલો ઉપર વધુ એક ઘા તરીકે ઓળખાવે છે. એટર્નીએ જણાવ્યું હતું કે, જાે આ દરખાસ્ત પસાર થઈ જશે તો પછી એચ–૧બી વિઝા માટે અથવા તેને લંબાવવા માટે તમે અરજી ફાઇલ કરશો તેટલી વખત એટર્ની ફીઝ, ફાઇલિંગ ફીઝ અને પુરાવા પૂરા પાડવાની દરેક વિનંતીને પ્રતિક્રિયા આપવાનો કુલ ખર્ચ ૩૦ હજાર ડોલર જેટલો થઈ શકે છે. એકલા કમ્પ્યૂટર ટેક્નોલોજી સેક્ટરમાં જ દસ લાખથી વધારે નોકરી ખાલી છે ત્યારે આ પ્રક્રિયાને વધારે સરળ બનાવવાને બદલે કોંગ્રેસ તેને વધારે મુશ્કેલ બનાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, નાના બિઝનેસિસને આની વધારે અસર થશે.એચ–૧બી વિઝા અમેરિકાના મહત્ત્વપૂર્ણ વિઝા ગણાય છે. પરંતુ જાે અમેરિકન સંસદ એક સૂચિત બિલને મંજૂર કરશે તો પછી આ વિઝા વધારે મોંઘા થઈ શકે છે. આ બિલમાં દરેક એચ–૧બી વિઝા પિટિશન ફાઇલ કરવા માટે વધારાના ૫૦૦ અમેરિકન ડોલરનો ચાર્જ ઉમેરવાની દરખાસ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમેરિકન કંપનીઓ–ખાસ કરીને ટેક્નોલોજી અને આઈટી સર્વિસિસ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ ઉચ્ચ સ્કિલ ધરાવતાં કર્મચારીઓ મેળવવા માટે એચ–૧બી વિઝાનો ઉપયોગ કરે છે. આ બિલમાં ઘણી ઇમિગ્રેશન સંબંધિત પિટિશન માટે પણ વધારાની ફીની દરખાસ્ત કરવામાં આવી છે.

H1-B-Visa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *