મેક્સિકો
માલવાહક ટ્રક જેવો પુલ પર ચઢ્યો કે તરત જ ડ્રાઈવરે તેનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. તેના કારણે રસ્તાની ધારે ચાલીને જતા લોકોને કચડીને ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો. ઘટનામાં મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. ચિયાપાસ રાજ્ય નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ લુઈસ મેનુઅલ મોરેનોએ જણાવ્યું કે મૃત્યુ પામનારાઓ અને ઘાયલોમાં મોટાભાગે સેન્ટ્રલ અમેરિકાના પ્રવાસીઓ છે. જાેકે તેમની રાષ્ટ્રીયતાની હજી પુષ્ટિ થઈ નથી. મોરેનોએ વધુમાં જણાવ્યું કે બચેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે તેઓ પાડોશી દેશ ગ્વાટેમાલાના છે. મોરેનોએ કહ્યું હતું કે ટ્રક વજનના કારણે ઉધો વળી ગયો અને સ્ટીલના પુલ સાથે અથડાયો હતો. મેક્સિન અધિકારીઓએ પ્રવાસીઓને અમેરિકાની સીમા તરફ મોટા ગ્રુપમાં જતા રોક્યા હતા. જાેકે પ્રવાસીઓએ તેમની સુચનાની અવગણના કરી હતી.દક્ષિણ મેક્સિકોમાં ગુરુવારે મોડી રાતે ભીષણ અકસ્માત થયો હતો. એક બેકાબુ બનેલી ટ્રકે ભીડવાળા રસ્તા પર લોકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ૫૩ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ચિયાપાસ રાજ્યની રાજધાની જવાના રસ્તે થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રવાસીઓ મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસવાની કોશિશ કરી રહ્યાં હતા.


