અમેરિક
આ વર્ષે તેમને ૧૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૭૬ હજાર કરોડનો ટેક્સ આપવાનો રહેશે. જાે એવું થાય તો ખરેખર તે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે ટેક્સ આપનારા વ્યક્તિ હશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એવા લોકોના નામે કોઈ વધારે જાહેરાત કરાતી નથી. હાલમાં તેઓ ૭૬ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરશે જે તેમની કમાણીનો નાનો ભાગ છે. એલન મસ્ક નેટવર્થના મુદ્દે દુનિયામાં સૌથી આગળ છે. ૨૫૫ બિલિયન ડોલર સાથે તેઓ ટોપ પર છે. આ વર્ષે આ આંકડામાં ૫૫ બિલિયનનો વધારો પણ જાેવા મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગયા મહિને તેઓએ ટિ્વટર પર પોલ કર્યો અને લોકોને પૂછ્યું કે તેઓએ પોતાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ૧૦ ટકા હિસ્સો વેચવો જાેઈએ કે નહીં. ટેસ્લાના શેરમાં ૫ વર્ષમાં ૨૩૦૦ ટકાનો વધારો આવ્યો છે. મસ્કે આ વખતે ટેસ્લાના ૯,૩૪,૦૯૧ શેર ૯૦.૬૫ કરોડ ડોલર માં વેચ્યા. તેઓએ પહેલા પણ આટલા જ શેર ૯૬.૩ કરોડ ડોલરમાં વેચ્યા હતા. ૪ નવેમ્બરથી તેઓએ કંપનીના શેર વેચવાની શરૂઆત કરતાં જ શેરમાં સતત ઘટાડો જાેવા મળ્યો છે. એલન મસ્ક પોતાની કમાણીના આધારે નહીં બરોબર ટેક્સ આપે છે. તેઓએ કહ્યું કે તે પોતાની કંપની સ્પેસ એક્સ અને ટેસ્લાથી સેલેરી લેતા નથી અને સ્ટોક્સના આધારે ૫૩ ટકા ટેક્સ આપે છે. તેઓએ કહ્યું કે આવનારા વર્ષે આ ટેક્સ રેટ વધશે. અમેરિકામાં એક કાયદો આવ્યો છે તેના આધારે તમામ શેરની એક્સરસાઈઝ પ્રાઈઝ અને શેરના વાસ્તવિક મૂલ્યના અંતરે કેપિટલ ગેનના ૫૦ ટકા ટેક્સના રૂપે આપવાના રહે છે.દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક હંમેશા ચર્ચામાં રહે છે. આ અઠવાડિયે તેમને પર્સન ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યા હતા પણ તેમની ઉપલબ્ધિ અમેરિકાની સીનેટ સભ્ય એલિઝાબેથ વોરેનને પસંદ આવી નહીં. તેઓએ ટિ્વટર પર એલન મસ્ક પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે તેમને પર્સન ઓફ ધ ઈયરના બદલે ટેક્સમાં ગોટાળા કરનારા વ્યક્તિ કહેવા જાેઈએ. આ પછી તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું અને પછી મસ્કે કહ્યું કે આ વર્ષે તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ બનશે.


