International

કોરોના વાઇરસ આપણી સાથે જ રહેશે ઃ ડબ્લ્યુએચઓ

વોશિંગ્ટન , તા.૨૯
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે ૨૦ વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ચેપ ધીમો પડે તો અર્થતંત્રને ફરી વેગવાન બનાવી શકાય.દુનિયામાં કોરોનાના નવા બે લાખં કરતાંં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨૩૩,૨૯૭,૩૦૭ થઇ હતી જ્યારે ૩,૫૧૩ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૭,૭૩,૧૨૩ થયો હતો. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૩,૯૪૭,૭૬૪ થઇ છે જ્યારે મરણાંક ૭,૦૯,૧૯૨થયો છે. ટેક્સાસમાં અને કેલિફોર્નિયામાં સૌથી વધારે ૬૪,૬૫૯ અને ૬૮,૯૪૪ જણાના મોત થયા હતા.ન્યુયોર્ક અને ફલોરિડામાં કુલ કોરોના મરણાંક ૫૦ હજાર કરતાં વધી ગયો છે. ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં સરેરાશ પાંચ હજાર કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે. લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી વિકસી છે તેના પર ર્નિભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાઇરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જાેઇએ.

Corona-Virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *