કતર
ઈઝરાયલ દુનિયાનો પહેલો દેશ હતો જેણે પોતાના નાગરિકોને સૌથી પહેલા કોરોનાના વિરોધમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપ્યો હતો અને હવે વેક્સિનના ચોથા ડોઝને આપવાની તૈયારી પણ કરાઈ રહી છે. આ સાથે ઈઝરાયલ દુનિયાનો પહેલો દેશ બનશે જ્યાં ચોથો ડોઝ આપવામાં આવશે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે ચોથા ડોઝને લેવાની જાહેરાત કરી છે. તેઓએ મંગળવારે આ માટેની જાણકારી આપી કે હાલમાં ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને વેક્સિનનો ચોથો ડોઝ અપાશે. દુનિયાની ૫૬.૭ ટકા વસતિ એવી છે તે જેને વેક્સિનની ઓછામાં ઓછો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે એટલે કે હજુ પણ દર બીજા વ્યક્તિને વેક્સિનની રાહ જાેવી પડી રહી છે. નિમ્ન આવક વાળા દેશના ૮.૧ ટકા લોકોએ પહેલો ડોઝ લગાવ્યો છે. દેશમાં અત્યારસુધીમાં ૧૩૮ કરોડથી વધારે ડોઝ લગાવાઈ ચૂક્યા છે. ૧૮ ટકાથી ઉપરની ૮૮ ટકા વસતિને પહેલો ડોઝ તો ૫૭ ટકાને બીજાે ડોઝ મળ્યો છે. દક્ષિણી શહેર બેર્શેબામાં સોરોકા હોસ્પિટલથી માહિતિ આવી છે કે ૬૦ વર્ષના એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર સમયે ૨ અઠવાડિયા બાદ સોમવારે મોત થયું છે. ઈઝરાયલે દેશની અંદર અને બહારની હવાઈ મુસાફરીને પ્રતિબંધિત કરી છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે અનેક પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે તે વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારી સામે લડી રહેલા લોકો માટે ચોથા બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માટે વિચાર કરી રહ્યા છે. આ માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાત કરવામાં આવશે. ઈઝરાયલે આ વર્ષની શરૂઆતમાં પોતાની આબાદીને વ્યાપક રીતે વેક્સિનેશન કરનારા દેશમાં પહેલો ગણાવ્યો હતો. ઉનાળામાં બૂસ્ટર ડોઝની પહેલ કરનારો આ પહેલો દેશ હતો. ૯.૩ મિલિયન લોકોની આબાદીવાળા દેશ ઈઝરાયલે કોરોનાથી ૮,૨૦૦ લોકોના મોતની જાણકારી આપી છે.ઓમિક્રોન વેરિઅન્ટના વધતા ખતરાની વચ્ચે ઈઝરાયલે પોતાના નાગરિકોને કોરોના વેક્સિનના ચોથા ડોઝની શરૂઆત કરવાનો ર્નિણય લેવાયો છે. ચોથો ડોઝ ૬૦ વર્ષથી ઉપરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને આપવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરી એકવાર દુનિયાની ચિંતા વધારી છે. આ સાથે વેક્સિનેશન પર પણ ભાર અપાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા પણ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી દુનિયાની વધારે આબાદી વેક્સિનેટ નહીં હશે ત્યાં સુધી સંક્રમણનો ખતરો બની રહેશે. ભારત સહિત દુનિયાના અનેક દેશમાં હજુ પણ વેક્સિનના પહેલા અને બીજા ડોઝની રાહ જાેવાઈ રહી છે. તો ઈઝરાયલ તેના દેશવાસીઓને ચોથો ડોઝ આપવા જઈ રહ્યું છે.
