લંડન
લંડનમાં કોર્ટ ઓફ અપીલે ફેબુ્રઆરીમાં હાઇકોર્ટે આપેલા ચુકાદાને જાળવી રાખ્યો હતો. મેઘન માર્કલે તેના પિતાને પત્ર લખ્યો તેને અખબારે જાહેર કર્યો તેનો કાયદાકીય જંગ લાંબા સમયથી ચાલતો હતો. તેના પછી માર્કલ પ્રિન્સ હેરી સાથે લગ્ન કરીને ડચેસ ઓફ સસેક્સ પણ બની. માર્કલે આ રીતે પત્રના પ્રકાશનને તેની પ્રાઇવસીનો ભંગ ગણાવ્યો હતો. પ્રકાશકે હાઇકોર્ટના ચુકાદાને કોર્ટ ઓફ અપીલમાં પડકાર્યો હતો.તેની સુનાવણી ગયા મહિને થઈ હતી. આ અપીલને ફગાવી દેતા વરિષ્ઠ જજ જ્યોફ્રી વોસે કોર્ટને ટૂંકી સુનાવણીમાં જણાવ્યું હતું કે આ પત્રની વિષયવસ્તુને લાગે વળગે છે ત્યાં સુધી ડચેસને પોતાની પ્રાઇવસીને જાળવવાનો અધિકાર છે. આ પ્રકારની બાબતો વ્યક્તિગત અને અંગત છે અને તેમા કોઈપણ પ્રકારનું જાહેર હિત નથી. ૪૦ વર્ષની મેઘને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ચુકાદો ફક્ત મારો વિજય નથી, આ તેવા લોકોને વિજય છે જે આ બાબતથી ડરે છે અને હવે તેઓ તેની સામે ઊભા રહી શકશે. આ ચુકાદો લોકોની સાથેના જીવનની ક્રૂરતાના ભોગે નફો કરતા અને ટેબ્લોઇડ ઉદ્યોગને નવેસરથી આકાર આપી શકે છે. કોઈપણ વ્યક્તિ અંગેના જૂઠાણા અને ખોટી વાતો ચલાવીને નફો રળનારાઓ સામે આ ચુકાદો ચેતવણી સમાન છે.ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલે તેના પિતાને લખેલો પત્ર અખબારે પ્રકાશિત કર્યો તેના અંગે કરેલા કેસમાં કોર્ટે માર્કલનું સમર્થન કર્યુ છે. અખબારે માર્કલે તેના પિતાને લખેલા પત્રને પ્રકાશિત કર્યો હતો.


