International

ચીન સાથેના વ્યાપાર સહયોગ છતાં પણ તે સરમુખત્યાર રાષ્ટ્ર છે તે ભૂલવું ન જાેઈએ

લંડન
મૂરે પોતાના ભાષણના પહેલા અંશમાં જણાવ્યું હતું કે આપણા દુશ્મનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સિન્થેટિક બાયોલોજીમાં નિપુણતા મેળવવા પાણીની જેમ રૃપિયા વહાવી રહ્યા છે. ચીન અને રશિયા જાણે છે કે આ ટેકનોલોજી પર નિપુણતા મેળવવાથી તેમને મદદ મળી શકે છે. મૂરે જણાવ્યું હતું કે ઉદાર લોકતંત્રો માટે રશિયા અને ચીનની જાસૂસી સંસ્થા ચિંતાનો વિષય છે. બંને દેશોની જાસૂસી એજન્સીઓ અત્યાધુનિક ટેકનોલોજીઓ પર કબ્જાે કરવા માટે પોતાને તૈયાર કરી રહી છે. ઘણી વખત તો તે પશ્ચિમી દેશો કરતાં વધારે ઝડપથી આમ કરી રહી છે. પશ્ચિમી એજન્સીઓને ડર છે કે ચીન આગામી વર્ષોમાં મોટાભાગના ઉભરતી ટેકનોલોજીઓ અને તેમા પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, જેનેટિક્સ પર નિપુણતા મેળવી શકે છે. મૂરનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર વિશ્વના જાસૂસો અત્યાધુનિક ટેકનોલોજીઓ પર નિપુણતા મેળવવામાં લાગેલા છે, જેના લીધે હવે માનવીઓ દ્વારા થતા જાસૂસી અભિયાનોને પડકાર મળી રહ્યો છે. હજારો વર્ષોથી અત્યાર સુધી માનવ આધારિત જાસૂસી અભિયાનો હાથ ધરાતા હતા. મૂર એમઆઇ-૬ના વડા બન્યા તે પહેલા રાજદૂત પણ રહી ચૂક્યા છે.બ્રિટનની વિદેશી જાસૂસી સંસ્થા એમ-૧૬ના વડા રિચાર્ડ મૂરે જાસૂસીના જગતમાં થઈ રહેલા ફેરફારો અંગે ગંભીર ચેતવણી આપી છે. મૂરનું કહેવું છે કે ચીન અને રશિયા જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નિપુણતા મેળવી રહ્યા છે તે જાેતાં આગામી દસ વર્ષમાં ભૂરાજનીતિમાં ક્રાંતિકારી ફેરફાર આવી શકે છે. મૂર એમઆઇ-૧૬ના વડા બન્યા પછી મંગલવારે પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું. મૂરે પોતાના ભાષણમાં ક્વોન્ટમ એન્જિનીયરિંગ, એન્જિનીયર્ડ બાયોલોજી અને મોટાપાયા પર સર્જાતો ડેટા તથા કમ્પ્યુટરના વિશ્વમાં ઝડપથી થતાં ફેરફારોથી થતાં ભય સામે પોતાની વાત મૂકશે.

Chin-Sarmukhshar-Country.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *