ઈન્સબુ્રક
જર્મનીના જેન-લેન્નાર્ડ સ્ટ્રફે ત્રણ સેટના સંઘર્ષમય મુકાબલામાં ૭-૬ (૮-૬), ૩-૬, ૬-૨થી નોરીને હરાવ્યો હતો. હવે વિજેતાનો ર્નિણય ડબલ્સ ટાઈથી લેવાનો હતો. જેમાં જર્મનીના કેવિન ક્રાવિટ્ઝ અને ટીમ પ્યુટ્ઝની ટક્કર જાે સેલ્સબરી અને નેલ સ્કુપસ્કી સામે હતી. ખરાખરીના મુકાબલામાં જર્મન જાેડીએ પ્રથમ સેટમાં ચાર સેટ પોઈન્ટ બચાવ્યા હતા. અત્યંત તનાવભર્યા મુકાબલામાં જર્મનીએ ૭-૬ (૧૨-૧૦), ૭-૬ (૭-૫)થી જીત મેળવી હતી. વિજેતા બન્યા બાદ જર્મન ટીમના કેપ્ટન માઈકલ કોલ્માને કહ્યું કે, અમારી ટીમની સફળતા ઐતિહાસિક છે. આ સિધ્ધિ માન્યામાં ન આવે તેવી છે. કંગાળ શરૃઆત બાદ જે પ્રકારે અમારી ટીમે લડાયક દેખાવ કરતાં સફળતા મેળવી છે. તે જાેતા હવે અમે ચેમ્પિયન બનવાથી બહુ દૂર તો નથી જ.જર્મનીએ ગ્રેટ બ્રિટન સામે ૨-૧થી રોમાંચક વિજય મેળવીને ડેવિસ કપ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેમનો સામનો રશિયા અને સ્વિડન વચ્ચેની મેચના વિજેતા સામે થશે. અગાઉ ક્રોએશિયાએ ઈટાલીને હરાવીને અંતિમ ચારમાં એન્ટ્રી મેળવી હતી. તેઓ સર્બિયા-કઝાખસ્તાન વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે. ગ્રેટ બ્રિટનના ડાન ઈવાન્સે ટીમને વિજયી પ્રારંભ અપાવ્યો હતો. તેણે જર્મનીના પીટર ગોજાેવ્સ્ઝીક સામે સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી જીત હાંસલ કરી હતી. જાેકે ગ્રેટ બ્રિટન સારી શરૃઆતનો ફાયદો ઉઠાવી શક્યું નહતુ. કેમેરોન નોરી બીજી સિંગલ્સમાં હારી જતા જર્મનીને કમબેકની તક મળી હતી.


