International

જાપાનના નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદા

ટોક્યો
જાપાનના પૂર્વ વિદેશ પ્રધાન કિશિદાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પદની ચૂંટણી ગયા સપ્તાહે જીતી લીધી હતી. તેમણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો સના તકાઇચી અને સેઇકો નોઇડાને હરાવ્યા હતાં. તેમના વિજયથી પુરવાર થાય છે કે તેમને પક્ષના દિગ્ગજ નેતાઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું. કિશિદાએ એક શાંત અને ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. જાે કે પ્રભાવશાળી રૂઢિવાદીઓનું સમર્થન પ્રાપ્ત કરવા માટે તેમણે આક્રમક નેતાની છબિ બનાવી છે. મીડિયાના જણાવ્યા અનુસાર સુગાની કેબિનેટના ૨૦ સભ્યો પૈકી બે સભ્યોને છોડીને બાકીના તમામના સૃથાને નવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.જાપાનની સંસદે નવા વડાપ્રધાન તરીકે પૂર્વ વિદેશ પ્રધાન ફુમિઓ કિશિદાને ચૂંટી કાઢયા છે. કિશિદા પર રાષ્ટ્રીય ચૂંટણી અગાઉ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી અને ચીન તથા રશિયા જેવા ખતરાથી ઝડપથી બહાર નીકળવાનો પડકાર છે. કિશિદાએ યોશિહિદે સુગાનું સૃથાન લીધુ છે. સુગા અને તેમની કેબિનેટે આજે સવારે રાજીનામું આપી દીધું હતું. કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી સામે લડવાની રીત અને સંક્રમણ છતાં ઓલિમ્પિકનું આયોજન કરવા પર અડગ રહેવાના કારણે લોકપ્રિયતામાં ઘટાડો થવાને પગલે સુગાએ એક વર્ષ સુધી પદ પર રહ્યાં પછી જ રાજીનામું આપી દીધું છે.

Fumiyo-Kishida-Pm-Of-Japan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *