મેક્સિકો
વિશ્વની બીજી ક્રમાંકિત આર્યના સબાલેન્કો અને ૨૦૨૦ની ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ વિજેતા ઇગા સ્વિયાતેક એક જ ગ્રૂપમાં છે. ચાર-ચાર ખેલાડીઓના બે ગ્રૂપ છે. કોવિડ-૧૯ના કારણે પ્રવાસ સંબંધી પ્રતિબંધોના કારણે આ ટૂર્નામેન્ટને ચીનથી ખસેડીને મેક્સિકોમાં આયોજિત કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટ માટે સોમવારે થયેલા ડ્રોમાં સબાલેન્કો અને સ્વિયાતેકના ગ્રૂપમાં ગ્રીસની મારિયા સક્કારી, સ્પેનની પાઉલા બડોસા પણ છે. આ ગ્રૂપને ‘ચિચેન ઇત્ઝા’ નામ આપવામાં આવ્યું છે. વિશ્વની પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એશ્લેેે બાર્ટીએ આ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લેતા સબાલેન્કોને ટોચનો ક્રમાંક આપવામાં આવ્યો છે. ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજિસિકોવા અને કેરોલિના પ્લિસકોવા, સ્પેનના ગાર્બિન મુગુરુઝા તથા ઇસ્ટોનિયાની એનેટ્ટ કોન્ટાવેટને ગ્રૂપ ‘થિએતિહુઆકેન’માં સ્થાન અપાયું છે. મેક્સિકોના ઐતિહાસિક સ્થળોના આધારે ગ્રૂપના નામ આપવામાં આવ્યા છે.વિશ્વની ટોચની આઠ મહિલા ખેલાડીઓ તથા ટોપ-૮ ડબલ્સ જાેડી વચ્ચે આજથી મેક્સિકોમાં વર્તમાન સિઝનની છેલ્લી મેજર ટૂર્નામેન્ટ ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થશે.


