International

તંદુરસ્ત ઉઈઘુર મુસ્લિમોનાં લિવરનો ભાવ ૧.૨ કરોડ રૂપિયા બોલાય છે

ચીન
શિનજિયાંગ પ્રાંતમાં લગભગ ૧૫ લાખ જેટલાં ઉઈઘુર મુસ્લિમ નાગરિકોને રાખવામાં આવ્યા છે. માનવ અધિકાર પંચોના અહેવાલો પ્રમાણે ૨૦૧૭થી અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ ઉઈઘુર મુસ્લિમો માનવ તસકરીનો ભોગ બન્યા છે. ખાસ તો કિશોરોને કારખાનાઓમાં વેંચી નાખવામાં આવે છે.ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ચીનની સરકાર ચેક-અપના બહાને હજારો તંદુરસ્ત ઉઈઘુર નાગરિકોના શરીરમાંથી લિવર-કિડની સહિતના અંગો કાઢીને વર્ષે ૧૦૦ અબજ ડોલર મેળવે છે એવો દાવો યુએન હ્મુમન રાઈટ્‌સ કમિશને કર્યો હતો. ચીનમાં ઉઈઘુર મુસ્લિમોને પારાવાર પીડા આપવામાં આવી રહી છે. તેમને સુધારણા કેમ્પના નામે વિવિધ પ્રકારના ત્રાસ અપાઈ રહ્યા છે. ઉઈઘુર મુસ્લિમોના શરીરમાંથી લિવર-કિડની કાઢીને ચીનના બ્લેક માર્કેટમાં વેંચી મારવામાં આવે છે. યુએન હ્મુમન રાઈટ્‌સ કમિશનના અધિકારીઓને ટાંકીને ઓસ્ટ્રેલિયન મીડિયાએ અહેવાલોમાં દાવો કર્યો હતો કે તંદુરસ્ત ઉઈઘુર નાગરિકોના શરીરમાંથી કાઢવામાં આવેલા એક લિવરની કિંમત ચીનના બ્લેક માર્કેટમાં ૧.૬ લાખ ડોલર એટલે કે અંદાજે ૧.૨ કરોડ રૂપિયા છે. યુએન હ્મુમન રાઈટ્‌સ કમિશનના અધિકારીઓના દાવા પ્રમાણે વર્ષે ચીન લાખો ઉઈઘુર નાગરિકોના શરીરમાંથી લિવર-કિડની કાઢી લે છે. ચીન એમાંથી વર્ષે ૧૦૦ કરોડ ડોલર જેટલી માતબર રકમ મેળવે છે. શિનજિયાંગના કેમ્પોમાં રખાયેલા તંદુરસ્તઉઈઘુર મુસ્લિમોને ચેક-અપના બહાને હોસ્પિટલોમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને વિવિધ બિમારીઓના નામે રોકી લેવામાં આવે છે. ઈનકાર કરનારા ઉઈઘુર નાગરિકોને પારાવાર પીડા આપવામાં આવે છે. ન છૂટકે હોસ્પિટલમાં દાખલ થયેલા આ નાગરિકોના શરીરમાંથી અંગો કાઢી લેવામાં આવે છે. એ પછી તેમની તબિયત લથડવા લાગે છે અને એવા કેટલાય નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. ચીન તેને કુદરતી મોત ગણાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *