ઝુરિચ ,
દુનિયામાં રિયલ એસ્ટેટના ભાવ આ જ રીતે વધતા જશે તો લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ થઈ જશે, જેનાથી સમગ્ર વિશ્વમાં મોટું આર્થિક સંકટ સર્જાઈ શકે છે. અમેરિકામાં હાઉસિંગમાં તેજીનો ફુગ્ગો ફાટયો હતો અને ૨૦૦૮માં મંદી સર્જાઈ હતી તેવી નાણાકીય કટોકટી સર્જાવાનું જાેખમ વધી રહ્યું છે. ચીન એવરગ્રાન્ડે ગ્રુપ જેવા પ્રોપર્ટી ડેવલપર્સના દેવામાં જવાથી અમેરિકા જેવી જ સમસ્યામાંથી પસાર થાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. વિશ્વ માટે આ સમસ્યાઓથી બચવાનો માર્ગ વૈશ્વિક જીડીપીમાં વધારો થાય તેવા વધુ ઉત્પાદક રોકાણો માટેનો માર્ગ શોધવાનો છે. વર્તમાન સ્થિતિ મુજબ રિયલ એસ્ટેટના ભાવમાં કડાકો બોલાય તો વિશ્વની એક તૃતિયાંશ સંપત્તિનું ધોવાણ થઈ શકે છે.છેલ્લા બે દાયકામાં વિશ્વની સંપત્તિમાં અસાધારણ વધારો થયો છે, જેનું મુખ્ય કારણ રિયલ એસ્ટેટના ઊંચા ભાવ છે. નીચા વ્યાજદરના કારણે રિયલ એસ્ટેટના ભાવ વધ્યા છે. જાેકે, દુનિયા માટે આ સ્થિતિ ખૂબ જ જાેખમી છે તેમ મેકેન્ઝીના અહેવાલમાં જણાવાયું છે. મેકેન્ઝીના અહેવાલ મુજબ વ્યાજદરમાં ઘટાડાના પગલે પ્રોપર્ટીના ભાવ વધવાથી નેટવર્થમાં વધારો થયો છે. એસેટના ભાવ લાંબાગાળાની સરેરાશ આવક કરતાં લગભગ ૫૦ ટકા વધી ગયા છે. તેથી દુનિયાની સંપત્તિમાં આવેલી તેજીની સ્થિરતા પર સવાલો ઊભા થઈ ગયા છે અને તે દુનિયા માટે અનેક રીતે જાેખમી બન્યું છે.
