બ્રિટન
આ ક્રિસમસ ટ્રીમાં ‘ટ્રી’નહીં દેખાયપબ્રિટનમાં નાતાલના પર્વ પર ઘરોમાં ક્રિસમસ ટ્રીને શણગારવાની ૫૦૦ વર્ષ જૂની પરંપરા રહી છે. પરંતુ આ પહેલાં તમે કદાચ આવા ક્રિસમસ ટ્રી નહીં જાેયા હોય. આ ક્રિસમસ ટ્રીમાં ક્યાય ટ્રી જાેવા નહીં મળે. બલકે આ ઇન્વેન્ટિવ પ્રકારના ક્રિસમસ ટ્રીને અનોખી રીતે તૈયાર કરાયા છે. હાર્વડ હાઉસના સિનેમોન રૂમમાં વાઇન ગ્લાસને અદભૂત સંતુલન સાથે એકબીજા પર ગોઠવીને આ વાઇન ગ્લાસનું ક્રિસમસ ટ્રી બનાવાયું છે. તો હાઉસ અને કલેક્સન અધિકારી એવા ક્લોડિયા બોલિંગે પુસ્તકોનો ઉપયોગ કરીને ક્રિસમસ ટ્રી તૈયાર કર્યુ છે.તેમણે સર વૉલ્ટર સ્કોટના મેલરોઝ સ્થિત નિવાસસ્થાને આ પ્રખ્યાત નવલકથાકારના નિવાસસ્થાને પુસ્તકોનું ક્રિસમસ ટ્રી તૈયાર કર્યુ છે. તો હોર્ટિકલ્ચર વ્યવસાયી લિયામ એન્ડરસને સરેના ગ્લાસહાઉસમાં પોઇનસેટીયાના ૮૫૦ છોડની મદદથી આકર્ષક ક્રિસમસ ટ્રી તૈયાર કર્યુ છે.તો લંડનની લેબોરેટરીમાં તૈયાર કરાયેલું ક્રિસમસ ટ્રી સૌથી હટ કે છે. અહીં ફિઝિક્સના તમામ નિયમોને નેવે મૂક્યા હોય તેમ વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરીને ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે.
