International

પાકિસ્તાનમાં જ તાલિબાનો દ્વારા થતા હુમલાઓ સતત વધી રહ્યા છે

પાકિસ્તાન
યુનાઇટેડ સ્ટેટ્‌સ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસના સીનીયર એક્સપર્ટ અસ્ફંયાર મીર કહે છે કે, પાકિસ્તાન ખુલ્લેઆમ સ્વીકારતનું નથી પરંતુ તે પાકીસ્તાની તાલિબાનની ફરી જાગેલી આગથી સચિંત બન્યું છે હજી સુધી પાકિસ્તાની લશ્કર અને યુ.એન.ના ડ્રોન હુમલાથી દબાઈ રહ્યા હતા.તાલિબાનોએ વિદ્યુત વેગે સમગ્ર અફઘાનીસ્તાન અને છેક કાબુલમાં સરકાર સ્થાપ્યા પછી તેમના પાકિસ્તાન ઉપર હુમલાઓ વધતા જ જાય છે. તેમ સાઉથ એશિયા ટેરરીઝમ પોર્ટલ દ્વારા એકત્રિત કરાયેલ માહિતી (ડેટા) ઉપરથી જાણવા મળ્યું છે તે પોર્ટલ પ્રમાણે છેલ્લા ૪ વર્ષમાં થયેલા હુમલાના પ્રમાણમાં અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોએ કબજાે જમાવ્યા પછી માત્ર એક જ મહિનામાં ત્રાસવાદીઓએ પાકિસ્તાનમાં હુમલાઓ વધારી દીધા છે. આના પરિણામે દક્ષિણ એશિયામાં અસ્થિરતા વધવા સંભવ છે અને તે હુમલાઓ ઇસ્લામાબાદને પણ ડંખી જશે જ તેમ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં જ ૩૫ જેટલા ત્રાસવાદી હુમલાઓ થયા હતા જેમાં ૫૨ લોકોના મૃત્યુ થયા હતા જે ફેબુ્રઆરી ૨૦૧૭ પછી થયેલા સૌથી વધુ આંક છે આ પૈકીના સૌથી વધુ હુમલાઓ તો તેહરિક-એ- તાલિબાન પાકિસ્તાન (્‌ૈંઁ) દ્વારા કરવામાં આવ્યા હતા તેમ પણ આ પોર્ટલ જણાવે છે. વાસ્તવનાં તહરિક-એ-પાકિસ્તાન (્‌ૈંઁ) ને પાડોશમાં (અફઘાનિસ્તાન)માં ચાલી રહેલી ગતિવધિને લીધે વધુને વધુ પ્રોત્સાહિત થતા જાય છે. ધી સાઉથ એશિયન ટેરરીઝમ પોર્ટલ (જીછ્‌ઁ) તે દક્ષિણ- એશિયામાં ચાલી રહેલા ત્રાસવાદ અને લો ઇન્ટેન્સીટી વોરફેર સંબંધી સૌથી મોટી વેબસાઇટ છે. તે આ વિસ્તારમાંની તમામ આતંકવાદી પ્રવૃત્તિઓનો ડેટાબેઝ તૈયાર કરે છે અને તે વિષે સંશોધન પણ હાથ ધરી તે વિશે વિશ્લેષણ પણ આપે છે. આ તહરિક-એ-પાકિસ્તાન (્‌્‌ઁ)’પાકિસ્તાની તાલિબાન’ તરીકે પણ ઓળખાય છે. તેનો હેતુ પાકિસ્તાનમાં સરકાર અને પ્રચંડ યુદ્ધખોર કાર્યવાહી કરી ઇસ્લામાબાદ સ્થિત સરકારને ઉથલાવવાનો છે તેને માત્ર અલ-કાયદા જૂથ સાથેના સંબંધ છે તે વિવિધ જૂથો (ત્રાસવાદી જૂથો) સાથે પણ સંપર્કમાં છે. તેમાંએ અફઘાનિસ્તાનમાં જે કૈં બન્યું તેથી તો તેઓ વધુ મજબૂત થઈ ગયા છે. લંડન સ્થિત રોયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટીટયૂટના વિઝીટીંગ ફેલો ઉમર કરીમે બ્લુમબર્ગ એજન્સીને ફોન પર કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આવી ુપરિસ્થિતિ ઉપસ્થિત થઈ તે પહેલાથી ત્રાસવાદી જૂથો બળવત્તર બની રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *