પેરિસ
કેથલિક ચર્ચમાં સંસ્થાગત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કેવી કેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ગુનેગારોને ર્નિભય બનીને પોતાના દુષ્કૃત્ય ચાલુ રાખવાની મંજૂરી મળી ગઇ હતી તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે ખુબ મોટો હોબાળો મચી જતાં ફ્રાન્સના સૌથી મોટા કેથલિક ચર્ચે ૨૦૧૮ની સાલમાં આ ઘટનાની તપાસ કરવા એક સ્વતંત્ર પંચની રચના કરી હતી. બીજીબાજુ પોપ ફ્રાન્સિસે પણ કહ્યું હતું કે કેથલિક ચર્ચોમાં જે લોકો આ પ્રકારની ઘટનાઓ અઁગે જે કાંઇ જાણતા હોય તેની માહિતી પોતાના સિનિયરોને પહોંચાડે.લગભગ ૨૨ કાયદાવિદો, ડોક્ટરો, ઇતિહાસકારો, સમાજશાસ્ત્રીઓ અને ધાર્મિક બાબતો સાથે સજાેડાયેલા નિષ્ણાતોએ ભેગા મળીને ૧૯૫૦ બાદ કેથલિક ચર્ચમાં ભોગ બનેલા નિદોર્ષ બાળકોની અને તેમના ઉપર દમન ગુજારહનારા હેવાનોની વિગતો જાહેર કરવા દિવસ-રાત મહેનત કરી હતી.લગભગ છેલ્લા ૭૦ વર્ષોથી ફ્રાન્સના કેથલિક ચર્ચોમાંએેવો હાહાકાર મચેલો હતો જેની લોકોને ગંધ સુદ્ધાં આવી નહોતી. જાે કે દાયકાઓ બાદ તે અંગે એક તપાસ રિપોર્ટ જાહેર કરાયો છે જેમાં દર્શાવેલા તથ્યોને જાણતા ભલભલાંના રૂવાંટા ઉભા થઇ જાય તેમ છે. એક સ્વતંત્ર તપાસ રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ૧૯૫૦ પછીના સમય દરમ્યાન અંદાજે ૨૯૦૦ થી ૩૨૦૦ જેટલા નિર્દોષ બાળકો ચર્ચના પાદરી અથવા તો ચર્ચમાં કામ કરતાં અન્ય કોઇ કર્મચારીની હવસનો શિકાર બન્યા હતા. જાે કે આ રિપોર્ટ કરનારા તપાસ અધિકારીઓએ પોતાના નિષ્કર્ષને સૌથી ઓછો ગણાવ્યો છે તેના ઉપરથી જ આ સમગ્ર સેક્સ કૌભાંડ કેટલી હદે ગંભીર અને ભયાનક હતું તેનો અહેસાસ થઇ શકે છે, અર્થાત ભોગ બનનારા બાળકોની સંખ્યા અનેકગણી વધુ હોઇ શકે છે. રિપોર્ટ તૈયાર કરનારા તપાસ અધિકારીઓએ અઢી વર્ષ સુધી ચર્ચ, કોર્ટ અને પોલીસ રેકોર્ડની ચકાસણી કર્યા બાદ અને સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ ઉપર લીધા બાદ તેમનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જીન મીર્જ સુઓના કહેવા મુજબ ૨૫૦૦ પાનાનાં આ રિપોર્ટમાં સૌથી વધુ સચોટતા અને ચોકસાઇ રાખીને ભોગ બનેલા બાળકોની સંખ્યા દર્શાવવામાં આવી હતી.