મસ્કત
બાંગ્લાદેશે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમના ગ્રુપમાં ટોપ કરવાનું ટાળવું પડશે. સ્કોટલેન્ડ સામેની હારથી આ શક્યતા મજબૂત બની ગઈ છે કે બાંગ્લાદેશ હવે કદાચ પોતાના ગ્રુપમા ટોપ પર ન આવે. બાંગ્લાદેશ જાણીજાેઈને હારી ગયું એમ કહેવું યોગ્ય નહીં હોય, પરંતુ જાે તેણે ભારત અને પાકિસ્તાન જેવી ટીમોથી બચવા માટે આમ કર્યું હોય, તો આ દાવ ઉલ્ટો પણ થઈ શકે છે. ઓમાન પણ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બાંગ્લાદેશના ગ્રુપમાં હાજર છે. ઓમાને પોતાની પ્રથમ મેચમાં પાપુઆ ન્યૂ ગિનીને એકતરફી રીતે ૧૦ વિકેટે હરાવી હતી. જાે ઓમાન ટીમ બાંગ્લાદેશને હરાવે છે, તો બાંગ્લાદેશ માટે સુપર-૧૨ રાઉન્ડમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે. ૧૯૯૨ ના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડની ટીમ પર આવો જ આરોપ લગાવવામાં આવ્યો હતો. તે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ સાત લીગ મેચ સતત જીતી હતી. તેણે છેલ્લી લીગ મેચમાં તેનો સામનો પાકિસ્તાન સામે હતો. જાે કીવી ટીમે તે મેચ જીતી હોત, તો તેને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં રમવું પડ્યું હોત. હારની સ્થિતિમાં ન્યુઝીલેન્ડે ઘર આંગણે પાકિસ્તાન સામે સેમીફાઇનલ રમવાની હતી. છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ પાકિસ્તાન સામે હારી ગયું હતું અને આખરે તે વર્લ્ડ કપ ચેમ્પિયન પણ બન્યું હતું. ૨૦૦૭ નો ટી-૨૦ વર્લ્ડ કપ ચોક્કસપણે તમારા મનમાં હશે; ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. તે વર્લ્ડ કપમાં ભારતની એક મેચ દક્ષિણ આફ્રિકા સામે હતી. જાે ભારતીય ટીમ તે મેચ હારી જાય તો તેને ટાઇટલ જીતવાની રેસમાંથી બહાર થવાનો ભય હતો. જ્યારે, જાે દક્ષિણ આફ્રિકાની ટીમ તે મેચ જીતી હોત તો સેમીફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થઇ શક્યો હોત. ઓસ્ટ્રેલિયાએ તે વર્ષે વનડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો અને એવું માનવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકા તેની સામે સેમીફાઇનલમાં રમવાથી બચવા માંગતું હતું. તેનું પરિણામ એ આવ્યું કે ભારતે સાઉથ આફ્રિકાને એટલા મોટા અંતરેથી હરાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટમાંથી જ બહાર ફેંકાઈ ગયું હતું.ટી-૨૦ વર્લ્ડ કપના પહેલા જ દિવસે એક મોટો પલટાવ થયો. બાંગ્લાદેશને ક્વોલિફાયર ગ્રુપ બીની મેચમાં સ્કોટલેન્ડના હાથે ૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામ પછી સવાલ ઊભા થાય છે કે શું આ મેચમાં બાંગ્લાદેશ જાણી જાેઈને હારી ગયું? શું ટીમ ઇન્ડિયાના ડરને કારણે બાંગ્લાદેશ આ મેચ હારી ગયું? આવા સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે અને બાંગ્લાદેશની આ હારની ટૂર્નામેન્ટ પર શું અસર થશે? અમે તમને આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત ક્વોલિફાયર મેચથી થઈ છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૮ ટીમોને ૪-૪ નંબરવાળા બે અલગ અલગ ગ્રુપ (ગ્રુપ છ અને ગ્રુપ મ્)માં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપોના ટોચની-૨ ટીમો સુપર-૧૨ માં પ્રવેશ કરશે. સુપર -૧૨ આ વર્લ્ડ કપનો બીજાે રાઉન્ડ છે. આમાં ભારત, પાકિસ્તાન સહિત ૮ ટીમો પહેલાથી હાજર છે. બાંગ્લાદેશ ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ બીમાં છે. આમાં નંબર-૧ રહેનારી ટીમ સુપર-૧૨ ના ગ્રુપ-૨ માં જશે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. વર્લ્ડ કપમાં સુપર-૧૨ ઉપરાંત ેંછઈમાં સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાવાની છે. ેંછઈની પીચો પર એશિયન ટીમો સામે બાંગ્લાદેશનો પડકાર નબળો પડી શકે છે.