ઢાકા
ગાઝીપુર ખાતે પાડેલા દરોડામાં આ બંને આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે ડિજિટલ સિક્યુરિટિ એક્ટ હેઠળ તેઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. મંડાલ રંગપુરની કાર્માઇકલ કોલેજમાં તત્વજ્ઞાાન વિષયનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ બાદ તેને અવામી લિગની વિદ્યાર્થી પાંખમાંથી બરતરપ કરવામાં આવ્યો હતો. મંડાલે તેના ફેસબુક ઉપર તેના ફોલોઅરની સંખ્યા વધે એવા મલિન ઇરાદાથી હિંદુઓ વિરૂદ્ધ સખત નફરત ફેલાવતી પોસ્ટ મૂકી હતી એમ બીડી ન્યૂડ૨૪ ડોટ કોમ નામની વેબસાઇટે રેપિડ એક્સન ફોર્સના એક અધિકારીને કહેતાં ટાંક્યા હતા. મંડાલના સાથીદાર ઇસ્લામે શુક્રવારે જ્યારે મસ્જિદોમાં ખુબ મોટી સંખ્યાં મુસ્લિમો નમાઝ પઢવા આવ્યા હતા ત્યારે નમાઝ પૂરી થયા બાદ લાઉડસ્પિકર ઉપર તેણે જાહેરાતો કરીને મુસ્લિમોની લાગણીઓ ભડકાવી હતી એમ અધિકારીએ ઉમેર્યું હતું.બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયામાં હિંદુઓ વિરૂદ્ધ નફરતયુક્ત પોસ્ટ મૂકીને અને મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઉશ્કેરીને હિંદુ લધુમતી સમાજ વિરૂદ્ધ કોમી હિંસા ફેલાવનાર ચાવીરૂપ શકમંદ અને તેના સાથીદારેએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન પોતાનો ગુલો કબુલી લીધોે હતો એમ કોર્ટના એક અધિકારીએ રવિવારે કહ્યું હતું. શૈકત મંડાલ નામના શકમંદ આરોપીએ રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ એકરાર કરી લીધો હતો કે ગત ૧૭ ઓક્ટોબરના રોજ દુર્ગાપૂજા દરમિયાન તેણે તેના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી હતી જેના કારણે રંગપુર અને પિરગંજ સબ ડિસ્ટ્રિક્ટમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. મંડાલના સાથીદાર રૈબુલ ઇસ્લામ ૩૬ વર્ષનો મૌલવી છે અને પોલીસે તેના ઉપર આગ લગાડવાનો અને લૂંટફાટ કરવાનો આરોપ મૂક્યો છે. રંગપુરના સિનિયર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેલવર હોસૈન સમક્ષ શૈકત મંડાલ અને રૈબુલ ઇસ્લામે હિંદુઓ વિરૂદ્ધની કોમી હિંસામાં તેમણે ભજવેલી ભૂમિકાનો એકરાર કરી લીધો હતો એમ કોર્ટના અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી.