સોફિયા
આ ટુરિસ્ટોની ચાર બસો જમીન સરહદે તૂર્કી પહોંચી હતી અને પ્રવાસ પૂરો કરીને તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કમનસીબે આ દુર્ઘટના બની હતી એમ સરકારી વકીલે કહ્યું હતું. આ અકસ્માતમાં ઇજા પામેલા મુસાફરોને સારવાર માટે નજીકના શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બલ્ગેરિયાની પશ્ચિમ બાજુએ આવેલા એક આંતરરાષ્ટ્રીય હાઇવે ઉપર મંગળવારે વહેલી સવારે થયેલા એક ભીષણ બસ અકસ્માતમાં ૧૨ બાળકો સહિત ૪૫ મુસાફરોના મોત થયાં હતા એમ ઉત્તર મેસિડોનિયાના મુખ્ય સરકારી વકીલે કહ્યું હતું. મેસિડોનિયાના ઉત્તરે આવેલા પ્રાંતના સરકારી વકીલ લુબોમીર વ્વેસ્કીએ પત્રકારોને આ અકસ્માતની વધુ વિગતો આપતા કહ્યું હતું કે મંગળવારે વહેલી સવારે બલ્ગેરિયાની પશ્ચિમે આવેલા હાઇવે ઉપર થયેલા આ ગમખ્યાવર અકસ્માતની ઘટનાના સ્થળની તેમણે જાતે મુલાકાત લીધી હતી. અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી પરંતુ પ્રાથમિક રીતે જાેતાં એમ લાગે છે કે હાઇવે ઉપર જુદા જુદા સ્થળે મૂકવામાં આવેલાં હાઇવે ગાર્ડ રેલ (ડિવાઇડર) અથવા મોટા પથ્થરો)ની સાથે બસ ભટકાતાં તેમાં આગ લાગી ગઇ હોય તેમ લાગે છે એમ તેમણે ઉમેર્યું હતું. બલ્ગેરિયાની બાજુમાં જમીન સીમાએ આવેલા મેસિડોનિયા દેશના કેટલાક ટુરિસ્ટ તૂર્કીના પ્રવાસે ગયા હતા.


