નોર્થ જર્સી, યુએસ
દરેક વિમાનમાં ક્ષમતા કરતાં અડધા પ્રવાસીઓને જ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. જાે કે, હાનોઇનું નોઇબાઇ એરપોર્ટ ડોમેસ્ટિક ફલાઇટ માટે બંધ જ રહેશે. જુલાઇમાં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે આઠ લાખ લોકોને ચેપ લાગ્યો હતો અને ૨૦,૦૦૦ જણાના મોત થયા હતા. ત્રણ મહિના સુધી ૯૮ મિલિયનની વસ્તી લોકડાઉનમાં રહી હતી.ભારત અને બ્રિટન વચ્ચે ક્વોરન્ટાઈનના નિયમ અંગે ચાલી રહેલી ખેંચતાણનો હવે અંત આવવાની શક્યતા છે. બ્રિટનના ક્વોરન્ટાઈનના નિયમોના જવાબમાં ભારતે પણ બ્રિટિશરોના ભારતમાં આગમન પર ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યા પછી બ્રિટનનું વલણ નરમ થયું છે. બ્રિટને ગુરૂવારે જાહેરાત કરી હતી કે ભારતથી આવનારા લોકોએ ૧૧મી ઑક્ટોબરથી ક્વોરન્ટાઈન થવાની જરૂર નહીં પડે. ભારતમાં બ્રિટનના હાઈકમિશનર એલેક્સ એલિસે કહ્યું કે, ભારતથી બ્રિટન આવનારા લોકોએ ૧૧મી ઑક્ટોબર પછી ત્યાં ક્વૉરન્ટાઈન થવાની જરૂર નહીં પડે. જાેકે, આ લોકોએ કોવિશિલ્ડ આૃથવા બ્રિટને મંજૂરી આપી હોય તેવી અન્ય કોઈ બ્રાન્ડની રસી લીધી હોય તે જરૂરી છે. બીજી બાજુ કોરોના મહામારી દરમ્યાન વિસા આપવાની ના પાડનાર વિદેશ ખાતા સામે ધ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન-એઆઇએલએ તથા અન્યો દ્વારા નોંધાવવામાં આવેલા દાવાનો ચૂકાદો આપતાં ફેડરલ જજે વિદેશ વિભાગની કોરોના મહામારી ફેલાતી અટકાવવા માટે મુકવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધને બહાને પ્રવાસની પાત્રતા ધરાવતાં પ્રવાસીઓને વિસા આપવાની પ્રોસેસ અટકાવી દેવાની પ્રેકટિસને ગેરકાયદે જાહેર કરી હતી. એઆઇએલએ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ટ્રાવેલ પર પ્રતિબંધનો આૃર્થ વિસા પર પ્રતિબંધ એવો થતો નથી. ફેડરલ જજ જેમ્સ ઇ.બોસબર્ગે મંગળવારે વિદેશ વિભાગની ટ્રાવેલ બાન અમલમાં હોય ત્યારે અન્ય દેશોના પ્રવાસીઓને વિસા ન આપવાની પ્રેક્ટિસ અટકાવવા જણાવ્યું હતું. પ્રમુખે આદેશ બહાર પાડીને જે લોકો કાયમી રહેવાસીઓ ન હોય અને દેશના નાગરિક ન હોય તેમને યુએસમાં પ્રવેશતાં અટકાવવા માટે ટ્રાવેલ બાન મુક્યો હતો. ચીન,ઇરાન,ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુરોપના શેન્જેન એરિયા, યુકે અને આયરલેન્ડમાંથી આવતા પ્રવાસીઓ પર હજી ટ્રાવેલ બાન અમલમાં છે. બીજી તરફ રશિયામાં કોરોના મહામારીમાં સતત બીજે દિવસે મરણાંક ૯૦૦ કરતાં વધારે નોંધાયો છે. ગઇકાલે ૯૨૯ જણાના મોત થયા હતા આજે ૯૨૪ જણાના મોત થયા છે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર ગુરૂવારે કોરોનાના નવા ૨૭,૫૦૦ કેસો નોંધાયા હતા. દરમ્યાન યુએસમાં કોરોનાના નવા કેસો અને મરણાંકમાં સપ્ટેમ્બરના મધ્યથી ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં રોજ કોરોનાના નવા સરેરાશ ૧૭૫૦ મરણો નોંધાય છે અને રોજના એક લાખ કરતાં વધારે નવા કેસો નોંધાય છે. દરમ્યાન ફાઇઝરે તેની કોરોના રસી પાંચથી અગિયાર વર્ષના બાળકોને આપવાની મંજૂરી મેળવવા માટે યુએસ સરકારને અરજી કરી છે. દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉત્તર કોરિયાને કોરોના મહામારી સામે લડવા માટે જરૂરી મેડિકલ સામગ્રી મોકલવાની શરૂઆત કરી છે જે દર્શાવે છે કે ઉત્તર કોરિયાએ વિશ્વના સૌથી કડક સરહદ પ્રતિબંધને હળવા કરવાની શરૂઆત કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે તેમણે ચીનના ડાલિયન બંદરેથી કોરોના મહામારી સામે લડવા માટે જરૂરી ઇમરજન્સી હેલ્થ કીટ અને દવાઓ મોકલવાનું શરૂ કર્યું છે. બે વર્ષથી આર્થિક નિયંત્રણો અને સરહદપર આકરાં પ્રતિબંધ હોવા છતાં ઉત્તર કોરિયાએ તાજેતરમાં ચીનની સાઇનોવેક કોરોના રસી લેવાની ના પાડી દીધી હતી. ઉત્તર કોરિયાએ તેમને ત્યાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી એવું વલણ જાળવી રાખ્યું છે. દરમ્યાન બળવાખોરોના કબજા હેઠળના નોર્થવેસ્ટ સિરિયામાં કોરોનાના નવા કેસો મોટી સંખ્યામાં ફાટી નીકળ્યા હોવાનું માનવતાવાદી સંસ્થાઓએ જણાવ્યું છે. ૪૦ લાખની વસ્તી ધરાવતાં સિરિયામાં માત્ર ૧.૩ ટકા લોકોએ જ કોરોનાની રસી લીધી છે. આ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા ૭૭,૦૦૦ થઇ છે તો ૧૩૫૭ જણાના મોત થયા છે. દરમ્યાન વિયેટનામમાં જુલાઇ મહિનાથી બંધ પડેલી ડોમેસ્ટિક એરલાઇન્સ રવિવારથી ઉડાન ભરવાનું શરૂ કરશે. પ્રથમ તબક્કામાં પ્રવાસીઓએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો હોવો જરૂરી છે અને પ્રવાસ કરવા માટે નેગેટિવ ટેસ્ટ આવ્યો હોય તે જરૂરી છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/Briten-india-same-jukvu-padyu.jpg)