International

મેક્સિકન ડ્રગ ગેન્ગ વચ્ચેના શૂટઆઉટમાં ભારતીય મૂળની અમેરિકનનું મોત નીપજ્યું

લોસ એન્જલ્સ
અંજલિ રહ્યોત બે ડ્રગ ગેન્ગ વચ્ચેના સામસામા ગોળીબારમાં બીજા જર્મન નાગરિક સાથે મારી ગઈ હતી. રહ્યોત સોમવારે તુલુમ ખાતે તેના જન્મદિવસના એક દિવસ પહેલા આવી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેણે પોતાને હિમાચલ પ્રદેશની વતની અને હાલમાં કેલિફોર્નિયામાં સાન જાેસ ખાતે રહેતીહોવાનું જણાવ્યું હતું. અંજલિ રહ્યોત જુલાઈથી લિંક્ડઇન ખાતે સિનિયર સાઇટ રિલાયેબિલિટી એન્જિનયર તરીકે કામ કરતી હતી. તે અગાઉ યાહૂમાં અને તેના પછી કેલિફોર્નિયાન્યૂઝટાઇમ્સ ડોટ કોમમાં નોકરી કરતી હતી. બુધવારે રાત્રે રહ્યોત અને તેના બીજા ચાર વિદેશી મિત્રો લા મેલક્વેરિડા રેસ્ટોરાની ટેરેસ પર જમી રહ્યા હતા ત્યારે ચાર શસ્ત્રધારીઓ એસોલ્ટ રાઇફલ સાથે આવ્યા અને તેમની બાજુના ટેબલ પર બેઠેલા લોકો પર ગોળીબાર કર્યો, આ ઘટના રાત્રે સાડા દસ વાગે બની હતી, એમ સ્પેનિશ અખબાર અલ પૈસે જણાવ્યું હતું. આ ગોળીબારમાં રહ્યોત અને તેની જર્મન મહિલા મિત્ર માર્યા ગયા હતા, જ્યારે જર્મની અને હોલેન્ડના બીજા ત્રણને ઇજા થઈ હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે બે હરીફ ગગોની દુશ્મનાવટનો તે ભોગ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે મેક્સિકોમાં કેટલીક ડ્રગ કાર્ટેલ સક્રિય છે. મેક્સિકોને રિટેલ ડ્રગનું સૌથી નફાકારક બજાર મનાય છે અને તે ડ્રગ શિપમેન્ટ માટેનું લેન્ડિંગ સ્પોટ છે. રહ્યોતના ભાઈ આશિષ રહ્યોતે તુલુમના મેયરને તેની બહેનનો મૃતદેહ તેને ઝડપથી પરત મળે તેના માટે વિનંતી કરી છે. તેની સાથે તેણે સત્તાવાળાઓને તેના વિઝાને ઝડપથી મંજૂરી આપવા વિનંતી કરી છે, જેથી તે મેક્સિકો જઈ તેની બહેનનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવી શકે.કેરેબિયન દરિયાકિનારે આવેલા તુલુમના રિઝોર્ટમાં બે ડ્રગ ગેંગ વચ્ચે થયેલા ગોળીબારમાં બે વિદેશી પ્રવાસી માર્યા ગયા હતા, તેમા કેલિફોર્નિયા સ્થિત ભારતીય મૂળની મહિલા ટેકનોલોજી નિષ્ણાતનો પણ સમાવેશ થાય છે, તે મેક્સિકો તેનો જન્મદિવસ ઉજવવા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *