International

મ્યાનમારમાંથી ૩૦ લોકોના સળગાવેલા મૃતદેહો મળ્યા

બર્મા
માર્યા ગયેલા ૩૦થી વધુ લોકોમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેણે મ્યાનમારની સેના દ્વારા આ અમાનવીય અને ઘાતકી નરસંહારની સખત નિંદા કરી છે. જ્યારે દેશના સરકારી મીડિયાએ મ્યાનમારની સેનાનાં હવાલેથી જણાવ્યુ હતું કે આ ગામમાં સેનાની વિરોધી સશસ્ત્ર જૂથ સાથે અથડામણ થયું હતુ. આ લોકો સાત વાહનોમાં સવાર હતા અને સેના દ્વારા રોકવામાં આવ્યા બાદ પણ તેઓ રોકાયા ન હતા. આ દરમિયાન હથિયારો સાથે આવેલા જૂથને સેનાએ ઠાર કર્યુ હતું માનવાધિકાર ગ્રુપ અને સ્થાનિક મીડિયા દ્વારા શેર કરાયેલ ફોટામાં સળગેલી ટ્રક પરના મૃતદેહોના સળગેલા અવશેષો જાેવા મળ્યા હતા. માનવાધિકાર ગ્રુપે કહ્યું કે અમે એ જાણીને ખૂબ જ હેરાન થઈ ગયા હતા કે તમામ મૃતદેહો અલગ-અલગ કદના હતા જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ હતા.મ્યાનમારના કાયા રાજ્યમાંથી મહિલાઓ અને બાળકો સહિત ૩૦થી વધુ લોકોના સળગાવેલા મૃતદેહ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અને એક સ્થાનિક માનવાધિકાર ગ્રુપે આ અંગે માહિતી આપી હતી. કરેની હ્યુમન રાઈટ્‌સ ગ્રુપે કહ્યું- શનિવારે મ્યાનમારના હ્‌પ્રુસો શહેરના મો-સો ગામ પાસે ૩૦ લોકોના સળગેલા મૃતદેહો મળી આવ્યા હતા, જેમની સેના દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યારે સેનાનું કહેવું છે કે તેણે હથિયારધારી એક ગ્રુપને માર્યુ છે. એક ગ્રામવાસીએ નામ ન જણાવવાની શરતો પર જણાવ્યુ હતુ કે મને શુક્રવારના દિવસે આ ઘટના વિશે ખબર પડી, પરંતુ ગોળીબારનાં કારણે હું ત્યાં ગયો નહતો. એક ગ્રામવાસીએ નામ ન જણાવવાની શરતો પર જણાવ્યુ હતુ કે મને શુક્રવારના દિવસે આ ઘટના વિશે ખબર પડી, પરંતુ ગોળીબારનાં કારણે હું ત્યાં ગયો નહતો. સુરક્ષાના કારણોસર નામ ન આપવાની શરતે વાત કરનાર એક ગ્રામીજને જણાવ્યું કે તેણે શુક્રવારે રાત્રે આ ઘટમાં વિશે માહિતી મળી હતી. દરમિયાન ફાયરિંગના કારણે તેઓ સ્થળ તરફ જઈ શક્યા ન હતા. શનિવારે સવારે જ્યારે ગ્રામીણ ત્યાં ગયો ત્યારે તેણે બાળકો અને મહિલાઓનાં સળગાવી દીધેલાં મૃતદેહો પડ્યા હતા.તેમના કપડાં પણ નજીકમાં વેરવિખેર પડેલા હતા. ગ્રામવાસીએ જણાવ્યુ કે આજે સવારે જ્યારે હું ઘટનાં સ્થળ પર પહોંચ્યો, ત્યારે તયાં સળગાવી દીધેલાં મૃતદેહો પડ્યા હતા.બાળકો અને સ્ત્રીઓના કપડાં વેરવિખેર પડ્યા હતાં.

Myanmar-30-dead-in-solger.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *