International

રશિયા સરહદે ૯૪ હજાર જવાન તૈનાત કર્યા

વોશિંગ્ટન ,
આગામી દિવસોમાં તે મોટા પ્રમાણમાં અહીં જવાનો તૈનાત કરવાની ફિરાકમાં છે. જાન્યુઆરીના અંત સુધીમાં રશિયા યૂક્રેન પર કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાથી વિશ્વભરના દેશોની નજર હાલ રશિયા અને યૂક્રેનની સરહદ પર છે. આ બન્ને દેશો વચ્ચે વર્ષોથી ઘર્ષણ ચાલી રહ્યું છે જેમાં અનેક વખત રશિયા પર હુમલાના આરોપો લાગ્યા છે. આ પરિસિૃથતિ પર અમેરિકાની પણ ચાંપતી નજર છે. અમેરિકાના પ્રમુખ જાે બાઇડેને કહ્યું હતું કે અમેરિકા એક એવુ પ્લાનિંગ કરી રહ્યું છે કે જેથી રશિયા માટે યૂક્રેન પર હુમલા કરવા બહુ જ મુશ્કેલ બની જશે. અમે બધા જ દેશોને એક સાથે લાવી રહ્યા છીએ કે જેથી રશિયા પર દબાણ વધી શકે. હું રશિયાની લક્ષ્મણ રેખા (રેડ લાઇન) જેવી કોઇ જ શરત સ્વિકારવા તૈયાર નથી. આગામી સપ્તાહે બાઇડેન અને પૂતિન વચ્ચે આ મુદ્દે વાતચીત થઇ શકે છે. અમેરિકાની ગુપ્ત રિપોર્ટમાં જ દાવો કરાયો હતો કે રશિયા ગમે ત્યારે યૂક્રેન પર હુમલો કરી શકે છે. જે બાદ અમેરિકા અને અન્ય દેશો એલર્ટ થઇ ગયા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું હતું કે તે એક એવુ પ્લાનિંગ કરી રહ્યા છે કે જેનાથી રશિયા યુક્રેન પર કોઇ જ હુમલો નહીં કરી શકે. અમેરિકાની આ ચીમકી એવા સમયે સામે આવી છે જ્યારે રશિયાએ યુક્રેનની સરહદે ૯૪ હજારથી વધુ જવાનોને તૈનાત કરી દીધા છે. જાન્યુઆરીના અંત સુધીમાં રશિયા યુક્રેન સાથે યુદ્ધ કરવાની તૈયારીમાં હોવાથી મોટા પ્રમાણમાં સૈનિકોને ખડકી દેશે. યૂક્રેન પાસેની સરહદે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવાના રશિયાના આ પગલાને કારણે અનેક દેશોએ તેની ટીકા કરી છે. આ દેશોને એવી શંકા છે કે રશિયા યૂક્રેન પર કોઇ મોટો હુમલો કરી શકે છે. જાેકે રશિયાએ આરોપ લગાવ્યો હતો કે યૂક્રેન જ રશિયા પર હુમલો કરવા માગે છે અને પશ્ચિમિ દેશોને તેનું સમર્થન મળી રહ્યું છે. એક અહેવાલ અનુસાર યૂક્રેનની સરહદો પાસે રશિયન કબજા વાળા ક્રીમિયામાં રશિયાએ ૯૪ હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *