રશિયા
નોર્વેમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થતાં સરકારે આંશિક લૉકડાઉન અમલી બનાવ્યું છે. બાર, રેસ્ટોરાં, જિમ સદંતર બંધ કરવામાં આવ્યા છે. કોરોનાના કડક નિયમો લાગુ કરાયા છે. એવી ધારણા છે કે જાન્યુઆરીમાં નવા કેસનો આંકડો દરરોજના ૩ લાખ સુધી પહોંચી શકે છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૯,૮૦૨ કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે. છેલ્લા ૩ દિવસમાં ૧૦૩ દર્દીનાં મોત થયાં છે. સ્પેનમાં કુલ દર્દીઓનો આંકડો ૫૩,૩૯,૯૯૨ થયો હતો. ૮૮,૪૮૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરકાના કેલિફોર્નિયામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ત્યાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. લોકોને ઈન્ડોર ઈવેન્ટમાં પણ માસ્ક પહેરવાનું અનિવાર્ય બનાવાયું છે. નવા નિયમો બુધવારથી અમલમાં આવશે જે જાન્યુઆરી ૧૫ સુધી અમલમાં રહેશેરશિયામાં કોરોનાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૧૪૫નાં મોત થયાં છે અને નવા ૨૮,૩૪૩ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. દેશના ૮૫ પ્રાંતમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧,૦૦,૭૪,૭૯૭ થઈ છે. કોરોનાએ અત્યાર સુધીમાં ૨,૯૧,૭૪૯ લોકોનો ભોગ લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૪,૦૮૪ દર્દીઓ સાજા થયા છે આમ કુલ ૮૮,૦૪,૦૦૦ લોકો કોરોનામુક્ત થયા છે. મોસ્કો સૌથી વધુ પ્રભાવિત થયું છે જ્યાં નવા ૧,૯૭૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. રશિયાના ૬૭ મિલિયન લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
