પાકિસ્તાન
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગુલઝાર અહમદે સવાલ કર્યો હતો કે, લઘુમતીઓને ફાળવવામાં આવેલી લગભગ ૩૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે, તે ભરવામાં કેમ નથી આવતી? કોર્ટને જવાબ આપતાં લઘુમતી કમિશનના ચેરમેન સોએબ સુડલે જણાવ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે નોકરીમાં ૫ ટકા જગ્યાઓ અનામત છે, પરંતુ સરકાર સ્પષ્ટ કરતી નથી કે, કઈ લઘુમતીને નોકરી આપવી. હિન્દુ, શીખ કે ક્રિચિયન? ત્યારપછી કોર્ટે સરકાર પાસે આ અંગે ખુલાસો માગ્યો છે.પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રહીમયાર ખાન ખાતે આવેલા ભોન્ગ મંદિર ઉપરના હુમલાની સુનાવણી વખતે નોકરી અનામત અંગે વડાપ્રધાન ઇમરાન ખાનને સણસણતો સવાલ કર્યો હતો કે, લઘુમતીઓને ફાળવવામાં આવેલી અનામત નોકરીઓમાં ભરતી કેમ થતી નથી?