International

વર્ષ ૨૦૨૧નું શાંતિનું નોબેલ પ્રાઇઝ ફિલિપાઇન્સ-રશિયાના પત્રકારોને ફાળે

ઓસ્લો
મુક્ત, સ્વતંત્ર અને તથ્યો આધારિત પત્રકારત્વ સત્તાના દુરૂપયોગ, જુઠાણા અને યુદ્ધના કુપ્રચાર સામે રક્ષણ આપવાની સેવા કરે છે આ નોબેલ કમિટિના ચેરમેન બેરિટ રેઇસ એન્ડરસને કહ્યું હતું. પ્રસાર માધ્યમોની અને અભિવ્યક્તિની આઝાદી વિનાબે રાષ્ટ્રો વચ્ચે ભાઇચારો સઅથાપવો મુશ્કેલ બની જશે, નિશસ્ત્રીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકવો મુશ્કેલ બની જશે અને વિશ્વની શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી કરવામાં પમ મુશ્કેલી ઉભી થશે એણ બેરિટે કહ્યું હતું. ફિલિપાઇન્સની રેપલર નામની ન્યૂઝ વેબસાઇટની સહ-સ્થાપક રેસાએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્‌ીગો દુતેર્તે દ્વારા માદક દ્રવ્યો વિરૂદ્ધ ઉપાયેલા લોહિયાળ અભિયાનને ખુલ્લું પાડયું હતું. આ અભિયાન ખુબ જ વિવાદાસ્પદ હતું અને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચવામાં રેસાના પત્રકારત્વએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રેસાએ અને તેની વેબસાઇટ રેપલરે સોશિયલ મિડિયામાં કેવી રીતે જૂઠા સમાચાર ફેલાવવામાં આવે છે, વિરોધીઓની ઉપર કેવા અત્યાચાર ગુજારવામાં આવે છે અને પ્રજાની માન્યતાએ કેવી રીતે તોડી મરોડીને વિકૃત કરવામાં આવે છે તે પૂરવાર કરતાં દસ્તાવેજી પૂરાવા પણ એકઠા કર્યા હતા. નોબેલ પીસ પ્રાઇઝ માટે પોતાના નામની પસંદગી થઇ તેનો પ્રતિભાવ આપતા રેસાએ નોર્વેની ટીવી-૨ ચેનલને કહ્યું હતું કે આ સમાચારથી ફિલિપાઇન્સની સરકારને સહેજપણ ખુશી થશે નહીં. રશિયામાં પત્રકારત્વના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મુરાટોવે ૧૯૯૩ની સાલમાં રશિયામાં નોવાયા ગેઝેટ નામનું એક સ્વતંત્ર અખબાર શરૂ કર્યું હતું. આજે રશિયામાં આ અખબારને એકમાત્ર સ્વતંત્ર અખબાર તરીકે લોકો માને છે, કેમ કે આ અખબાર નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સત્તા સામે શિંગડા ભેરવે છે એમ નોબેલ કમિટિએ મુરાટોવના યોગદાનની નોંધ લેતા કહ્યું હતું.પત્રકારત્વની મદદથી શાંતિની સ્થાપના કરવાની દિશામાં અસાધારણ યોગદાન આપવા બદલ ફિલિપાઇન્સના મહિલા પત્રકાર મારિયા રેસા અને રશિયાના પત્રકાર દીમીત્રી મુરાટોવનું નોબેલ પીસ પ્રાઇઝ આપીને સન્માન કરાશે.નોર્વેજિયન નોબેલ કમિટિએ કહ્ય હતું કે આ બંને પત્રકારોએ વિચાર અને વાણીની અભિવ્યક્તિ માટે અભૂતપૂર્વ સંઘર્ષ કર્યો હતો અને લડાઇ લડી હતી જે કોઇપણ દેશમાં શાંતિની સ્થાપના માટે ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *