અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જાે કર્યા પછી સરકાર પણ બનાવી દીધી. તે સાથે શરયા કાનુનનો આકરા પાણીએ અમલ કરવાનું શરૂ કરી દીધું. જેનો વિરોધ અફઘાન નાગરિકો દ્વારા થઈ રહ્યો છે અને તેમાં પણ અફઘાન મહિલાઓનો વધુ ઉગ્ર વિરોધ છે…. પરંતુ માત્ર ગોળીને દેવાની અને રહેંસી નાખવાની ભાષા સિવાયની કોઈ ભાષા ન સમજતા તાલીબાનો અફઘાન નાગરિકોના વિરોધને ગણકારતા જ નથી. તાલિબાનીઓ અશરફ ઘાનીના સમર્થકો ગણાતા પાંચ લાખ ઉપરાંત નાગરિકોને દેશ છોડી દેવાની ફરજ પાડી હતી…. તેવી જ હાલત અત્યારે અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં હાલના સમયે ખાદ્યાન્ન સહિત દરેક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે જેને કારણે અનેક નાગરિકો ભૂખમરા તરફ ધકેલાઈ ગયા છે. તો દરેક ચીજવસ્તુઓની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પરિણામે લાખો નાગરિકો અફઘાન છોડવા મજબૂર બન્યા છે. હાલના સમયમાં તાલીબાની ઉગ્રવાદી જૂથો અને શાસકો ૩૦ લાખ ઉપરાંત અફઘાન નાગરિકોને દેશ છોડી દેવા ફરજ પાડી છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા દાયકાઓથી જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેના કારણે ૨૨ લાખ જેટલા શરણાર્થીઓ વિશ્વના વિવિધ દેશોમાં આશરો લીધેલો છે અને હવે વધુ અફઘાન નાગરિકોને તાલિબાની ઉગ્રવાદી જૂથો અને શાસકો દ્વારા દેશ છોડવા ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે અફઘાનીઓ માટે ” જાયે તો કહાં જાયે”ની વિટંબણા ઊભી થઈ છે કારણ કે પાકિસ્તાન, ઈરાન અને ટર્કીએ અફઘાન શરણાર્થીઓ માટે હાલ પુરતી સરહદો બંધ કરી દીધી છે અને તેનું કારણ છે આ ત્રણેય દેશોમાં અગાઉથી શરણાર્થીઓ સૌથી મોટી સંખ્યામાં છે. બીજી તરફ સરકારને સમર્થન આપતા દેશો અને ચીન પોતાના સ્વાર્થને કારણે તાલિબાનો સાથે સંબંધો જાળવી રાખવા અફઘાનિસ્તાન છોડી જવા માગતાં નાગરિકોને આશરો નહી આપે તે પણ સ્પષ્ટ છે……!
વિશ્વના જે દેશોમાં અફઘાનિસ્તાની શરણાર્થી તરીકે આશરો લીધો છે તેમાં પાકિસ્તાનમાં ૧૫ લાખ નાગરિકોએ ૨૦૨૦ માં આશરો લીધો છે, ઈરાનમા ૭ લાખ ૫૦ હજારથી વધુ, જર્મનીમાં ૧લાખ ૭૫ હજારથી વધુ, ટર્કીમાં ૧ લાખ ૩૦ હજાર, ભારતમાં ૧૬ હજાર, ઓસ્ટ્રેયામાં ૪૫ હજાર ઉપરાંત, સ્વીડનમાં ૨૧ હજાર જેટલા, ગ્રીસમાં ૪૧ હજારથી વધુ, ફ્રાંસમાં ૪૬ હજાર જેટલા જ્યારે કે બ્રિટન, ઓસ્ટ્રેલિયા,ઈટાલી આને સ્વિટ્ઝરલેન્ડમા મળીને ૧૩ હજાર જેટલા અફઘાન શરણાર્થીઓએ આશરો લીધો છે. અફઘાનિસ્તાન છોડતા સમય દરમ્યાન અમેરિકાએ ૧ લાખ ૧૭ હજાર નાગરિકોને વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા સફળતા મળી જેમાં ૫૫૦૦ અમેરિકન નાગરિકો હતા અન્ય અફઘાનિસ્તાન તથા અન્ય દેશના નાગરિકો હતા. અમેરિકા કેનેડા સહિત વિદેશી ફ્લાઈટો અફઘાનિસ્તાન શરણાર્થીઓને લઈને નીકળી તે શરણાર્થીઓને જર્મની, સ્પેન, ઉઝબેકિસ્તાન અને કતારમાં લઇ જવાયા આ તમામને તેઓની ઓળખ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી નિરાશ્રિત તરીકે રાખવામાં આવ્યા છે. શરણાર્થીઓ ના હિતમાં યુનાઈટેડ નેશન્સની રેફ્યુજી માટેની સંસ્થાએ વિશ્વના દેશો સાથે કરાર કર્યા છે અને તે કરાર અનુસાર રેફ્યુજી વિભાગ માટે ફંડ તથા અમુકને તેમના દેશમાં આશ્રય આપવાનો, વિઝા આપવાની સંખ્યા પણ નક્કી કરવામાં આવેલા છે. જાેકે સુખી-સંપન્ન દેશો બ્રિટન, અમેરિકા અને યુરોપના સુખી- સમૃધ્ધ દેશો શરણાર્થીઓની જવાબદારીથી દૂર રહી ફંડ આપીને છટકી જાય છે. જેના કારણે શરણાર્થીઓનો બોજ ગરીબ અને મધ્યમ દેશોજ ઉઠાવે છે. ત્યારે હવે તાલિબાનોના ઉગ્રવાદી જૂથોના હુમલાઓ, બેહદ મોંઘવારી અને શાસકોની ત્રસ્ત અફઘાનિસ્તાન છોડનારા નાગરિકોની દશા શું થશે તે કોઈ કહી શકે તેમ નથી…..!!