સઉદીઅરબ
સાઉદી અરેબિયાના આ કડક ર્નિણયની તબ્લીગી જમાત પર ઊંડી અસર થવાની સંભાવના છે. ભારતમાં કોરોના રોગચાળાની શરૂઆતમાં દિલ્હીમાં તબ્લીગી જમાતના સરઘસને લઈને ભારે હોબાળો થયો હતો.મંત્રાલય તરફથી શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કહેવાયું છે કે ઇસ્લામિક બાબતોના મહામહિમ પ્રધાન, ડૉ. અબ્દુલલતીફ અલ-અલશેખે મસ્જિદો અને મૌલવીઓને શુક્રવારની ચર્ચા દરમિયાન લોકોને તબલીગી જમાતમાં ન જાેડાવા ચેતવણી આપવા માટે નિર્દેશ આપ્યો છે. આ તે મસ્જિદો માટે પણ અસરકારક રહેશે જ્યાં શુક્રવારની નમાજ અસ્થાયી રૂપે યોજવામાં આવે છે. સઉદીના ધાર્મિક બાબતોના મંત્રાલયે ચેતવણી આપતા નમાજ બાદ આવનારી તકરીરમાં આ વિષય સામેલ કરવાનું કહેવાયું છે તબ્લીગી જમાતથી લોકોને ભટકાવવાનો અને બ્રેન વોશ થવાનો ખતરો છે. આ આતંકવાદનું એન્ટ્રી ગેટમાંનું એક છે. ભલે તે કંઈ પણ અન્ય દાવો કરે. લોકોને જણાવી દેવામાં આવે છે કે આ સંગઠન સમાજ માટે ખતરો છે. એમ પણ કહેવાયું છે કે સઉદી અરબમાં તબ્લીગી સહિત તમામ પક્ષપાત પૂર્ણ સમૂહથી સંબંધ રાખવા ગેરકાદેસર છે.સઉદી અરબે સમાજ માટે ખતરો અને આતંકવાદના પ્રવેશ દ્વાર તરીકે તબ્લીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો છે. દેશના ઇસ્લામિક બાબતોના પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મસ્જિદોને લોકોને આ વિશે ચેતવણી આપવા કહ્યું. સઉદી અરેબિયાની સરકારે જમાતને સમાજ માટે ખતરો ગણાવ્યો છે અને તેને આતંકવાદના પ્રવેશદ્વારમાંથી એક ગણાવ્યો છે. સઉદી ઇસ્લામિક બાબતોના મંત્રાલયે મસ્જિદોને શુક્રવારની નમાજ પછી તકરીરમાં લોકોને તેમની સાથે જાેડાવવા સામે ચેતવણી આપવા સૂચના આપી હતી. દેશના ઇસ્લામિક બાબતોના મંત્રીએ સુન્ની ઇસ્લામિક સંગઠનને આતંકવાદના પ્રવેશ દ્વારમાંથી એક ગણાવતા સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તબ્લીગી જમાત સમાજ માટે ખતરો છે.


