International

સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ ઓમિક્રોનના કેસો નોંધાયા

બોટસ્વાના
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે મળેલી નવી માહિતી અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટ સામે દેશો નાકાબંધી કરે તે પહેલાં જ તે જે તે દેશમાં પ્રવેશી ચૂકયો છે. નેધરલેન્ડની આરઆઇવીએમ હેલ્થ ઇન્સ્ટિટયુટને ૧૯ અને ૨૩ નવેમ્બરના સેમ્પલોમાં ઓમિક્રોનની હાજરી જણાઇ હતી. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ નવેમ્બરે નોંધાયો હતો. દરમ્યાન જાપાન, સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ ઓમિક્રોનના કેસો નોંધાયા છે. યુરોપિયન યુનિયન ઇન્ટરનેશનલ પ્રવાસ પર નિયંત્રણો લાદે તે પહેલાં જ નેધરલેન્ડઝ, બેલ્જિયમ અને ફ્રાન્સમાં ઓમિક્રોનના કેસો નોંધાઇ ચૂક્યા છે. જાપાને મંગળવારથી તમામ ઇન્ટરનેશનલ પ્રવાસીઓ પર પ્રતિબંધ મુક્યો પણ તે પહેલાં જ ત્યાં ઓમિક્રોનના બે કેસ નોંધાઇ ચૂક્યા છે. જર્મનીમાં પણ ઓમિક્રોનના લક્ષણો ધરાવતો એક વ્યક્તિ મોજૂદ હોવાનું જણાયું છે. જે કદી વિદેશ ગયો નથી કે ઓમિક્રોનનો ચેપ ધરાવતાં દર્દાના સંપર્કમાં પણ આવ્યો નથી. હાલ દક્ષિણ આફ્રિકામાં રોજના ત્રણ હજાર નવા ક્ેસો નોંધાઇ રહ્યા છે. પ્રિટોરિયામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ઓમિક્રોનના કેસો વધારે હોવાથી ચિંતા પ્રસરી છે કેમ કે આ વિદ્યાર્થીઓ સામાજિક રીતે વધારે એકબીજાને છૂટથી હળેમળે છે. વળી તેઓ ટૂંક સમયમાં તેમના વતન જશે ત્યારે ત્યાં પરિવારો અને મિત્રોને મળશે જેના કારણે ઓમિક્રોન વધારે ફેલાવાની આશંકા છે.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના નવા કેસો સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ નોંધાયા છે. સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે ઉત્તર આફ્રિકન દેશમાંથી આવેલાં એક નાગરિક કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. સાઉદી સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચેપ ધરાવનાર વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલાં નજીકના સગાંઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અખાતના આરબ દેશોમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટર એડ્રિયન પ્યોરને જણાવ્યું હતું કે સવાલ એ છે કે શું આ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ઘાતક વેરિઅન્ટ છે. અત્યાર સુધીમાં અમને જણાયું છે કે ચેપ પ્રસારણના મામલે આ કદાચ સ્પેશ્યલ વેરિઅન્ટ છે. જાે આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં વધારે ઝડપથી ફેલાશે તો તેના કારણે દર્દીઓની સંખ્યા વધવાને કારણે હોસ્પિટલો પર પણ ભારણ વધશે. આ વેરિઅન્ટ ક્ેટલો ખતરનાક છે અને વર્તમાન કોરોના રસીઓ તેના પર કેટલી અસરકારક છે તેનો અંદાજ વિજ્ઞાાનીઓ એક મહિનામાં મેળવી લેશે. દક્ષિણ આફ્રિકાના ચેપી રોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો ચેપ ધરાવતાં દર્દીઓમાં સૂકી ખાંસી, તાવ અને રાત્રે પરસેવો વળવા જેવા હળવા લક્ષણો વરતાય છે. નવા વેરિઅન્ટ મામલે સૌ પ્રથમ સંદેહ વ્યક્ત કરનારી ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે ૧૮ નવેમ્બરે પહેલીવાર મારા ક્લિનિક પર સાત એવા દર્દીઓ જાેવા મળ્યા હતા જે ડેલ્ટા કરતાં અલગ સ્ટ્રેઇનથી ગ્રસિત લાગતા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન સમગ્ર દુનિયામાં ફેલાઇ શકે છે તેવી ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક કોરોના અહેવાલમાં જણાવ્યું છે કે આફ્રિકન,પશ્ચિમ પેસિફિક અને યુરોપિયન વિસ્તારમાં કોરોનાના કેસો વધ્યા છે પણ કોરોનાના કારણે થતાં મરણોમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે.

Saudi-omicron-case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *