લંડન
મધ્ય પૂર્વ અને ભારત માટે સોથબીજના અધ્યક્ષ એડવર્ડ ગિબ્સે કહ્યુ કે નિસંદેહ રત્નોના વિશેષજ્ઞો અને ઈતિહાસકારો માટે આ ચમત્કાર છે. તેમણે કહ્યુ કે આ ખજાનાને સામે લાવવા અને દુનિયાને તેમના નિર્માણ પાછળના રહસ્ય પર આશ્ચર્ય કરવાનો અવસર પ્રદાન કરવો એક વાસ્તવિક રોમાંચ છે. અનોખા ચશ્માની કહાની ૧૭મી શતાબ્દીના મુગલ ભારતમાં શરૂ થઈ જ્યારે શાહી ધન, વૈજ્ઞાનિક જ્ઞાન અને કલાત્મક પ્રયાસ તમામ એક સાથે પોતાના ચરમ પર પહોંચી ગયા હતા. એક અજ્ઞાત રાજકુમારના કહેવાથી એક કલાકારે એક હીરાને આ આકાર આપ્યો જેનુ વજન ૨૦૦ કેરેટ કરતા વધારે હતુ. ત્યાં શાનદાર પન્નાનુ વજન ઓછામાં ઓછુ ત્રણ કેરેટ હતુ. તેમણે ઉત્કૃષ્ટ સ્કિલની સાથે આ રૂપ આપ્યુ.મુઘલ કાળથી ભારતના અજ્ઞાત શાહી ખજાનામાંથી ૧૭ મી સદીના દુર્લભ રત્ન ચશ્મા પ્રથમ વખત હરાજી માટે મૂકવામાં આવશે. સોથબીજ લંડને ગુરૂવારે આની જાહેરાત કરી. એક અનુમાન અનુસાર આ બંને ચશ્માની કિંમત ૧૫ લાખ અને ૨૫ લાખ પાઉન્ડ હશે. હીરા લાગેલા ચશ્માને ‘હલો ઑફ લાઈટ’નું નામ આપવામાં આવ્યુ છે ત્યાં પન્નાવાળા ચશ્માને ‘ગેટ ઑફ પેરાડાઈઝ’ કહેવામાં આવ્યુ છે. બંનેને ૨૨ ઓક્ટોબરથી સોથબીજ લંડનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ૨૭ ઓક્ટોબરે તેમને નીલામી માટે રાખવામાં આવશે.