પણજી
ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા છે.જાેકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ પહેલા ઓકટોબર મહિનામાં પણ ગોવાના પૂર્વ સીએમ લુઈજિન્હો ફલેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટી જાેઈન કરી હતી નાઈકના રાજીનામાની સાથે જ ૪૦ સભ્યોની વિધાનસભામાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની સખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ છે.આ પહેલા રવિ નાઈકના બે પુત્રો ગયા વર્ષે ભાજપમાં સામેલ થઈ ચુકયા છે. નાઈક હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ગોવાના ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડનવિસની હાજરીમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. ૨૦૧૭માં જ્યારે ગોવામાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ ૧૭ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી.જાેકે ભાજપે ૧૩ બેઠકો જીતીને બીજી પાર્ટીઓ સાથે જાેડાણ કરીને સરકાર બનાવી હતી. ૨૦૧૯માં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોએ એક સાથે પાર્ટી છોડી દીધી હતી.હવે કોંગ્રેસના માત્ર ત્રણ ધારાસભ્યો રહ્યા છે.
