ઇસ્લામાબાદ
આઇએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આઇએસએ હવે તાલિબાન પર પણ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ કહ્યું હતું કે તાલિબાનનું શાસન આવ્યું તે બાદ પણ અફઘાનિસ્તાનની સિૃથતિ વધુ ખરાબ થતી ગઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનને નષ્ટ કરી દીધુ છે. આઇએસ-કેએ કહ્યું છે કે અમે શરિયા કાયદાને લાગુ કરવા માગીએ છીએ અને તેને અનુસાર જ રહેવા માગીએ છીએ. આ ધમકી આપનારા આતંકીનું નામ નજિફુલ્લાહ છે અને તેને પાકિસ્તાન તેમજ તાલિબાન, અમેરિકા, અફઘાનિસ્તાની સૈન્ય દળો દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે.અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓએ કબજાે કર્યો તે બાદ અહીં આઇએસઆઇએસ અને તાલિબાન બન્ને વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એવામાં આઇએસએ પાકિસ્તાનને નષ્ટ કરી દેવાની ધમકી આપી છે. આઇએસએ કસમ ખાધી છે કે તે પાકિસ્તાનનો નાશ કરીને જ રહેશે. સાથે તેણે એવી પણ ધમકી આપી છે કે દુનિયામાં જે પણ ઇસ્લામ અને કુરાનની વિરૂદ્ધમાં જશે તેણે આતંકવાદના પ્રકોપનો સામનો કરવો પડશે. અફઘાનિસ્તાનમાં સક્રિય આઇએસ-કેએ કહ્યું છે કે અમારૂ પ્રથમ લક્ષ્ય પાકિસ્તાનને નષ્ટ કરવાનું છે કેમ કે અફઘાનિસ્તાનમાં હાલ જે પરિસિૃથતિ છે તેના માટે પાકિસ્તાન જવાબદાર છે. જ્યારે તાલિબાન અહીં હતું ત્યારે તે એ જ કહી રહ્યું હતું કે અમે દેશના ૮૦ ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવીએ છીએ જાેકે તેઓ ઇસ્લામિક શાસનને લાગુ નથી કરી શકતા. આઇએસની આ ધમકી જાેકે માત્ર પાકિસ્તાન પુરતી નથી, આઇએસએ એમ પણ કહ્યું છે કે પુરી દુનિયામાં અમે શરિયાત કાયદો લાગુ કરવા માગીએ છીએ અને જે પણ દેશ તેનો વિરોધ કરશે તેણે અમારો સામનો કરવો પડશે. આઇએસઆઇએસ-ખુરાસને કહ્યું છે કે અમારો પહેલો ટાર્ગેટ પાકિસ્તાન હશે, કેમ કે તેણે અફઘાનિસ્તાનનો નાશ વાળ્યો છે. આતંકી નજીફુલ્લાએ કહ્યું હતું કે હું પહેલા તાલિબાનમાં હતો પણ હવે આઇએસમાં જાેડાઇ ગયો છું. અમે તાલિબાનને પુરી ટક્કર આપવા માટે સક્ષમ છીએ, તાલિબાન પાસે હાલ ૧૭ હજાર જેટલા આતંકીઓ જ્યારે આઇએસ-કે પાસે બે હજારથી વધુ આતંકીઓ હોવાના અહેવાલો અમેરિકા દ્વારા જાહેર કરાયા હતા.