National

બીસીસીઆઈ સામે ભારતીય ક્રિકેટ ચાહકોએ મચાવ્યો હંગામો

કાનપુર
ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર હલાલ મીટને લઇને હંગામો મચાવી દીધો છે. જે પ્રમાણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટેના ભોજન અને નાસ્તાનુ મેનુ જાહેર થયુ છે તેમાં હલાલ મીટના સમાવેશને લઇને ચાહકો ભડક્યા છે. ચાહકોએ બીસીસીઆઇને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરુ કર્યો હતો. કાનપુર ટેસ્ટના આડે માત્ર હવે બુધવારનો દિવસ જ રહ્યો છે. એ પહેલા જ ચાહકોએ હોબાળો મચાવીને ક્રિકેટની દુનિયાનુ ધ્યાન આ ફુડ મેનુ પર ખેંચ્યુ છે. ધર્મને લઇને પણ ફુડ મેનુ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સે હેલ્થને ધ્યાનમાં રાખીને મુદ્દામાં પોતાનુ જ્ઞાન પિરસ્યુ છે તો, કેટલાકે ધાર્મિકતાની વાત આગળ ધરી છે. જેમાં મ્ઝ્રઝ્રૈં સામે સવાલ કરનારા કેટલાક હલાલ મીટ મુસ્લીમ લોકો ઉપયોગ કરતા હોવાની વાત કહેવામાં આવી છે. જેથી અન્ય ધર્મના લોકોને તેનાથી કોઇ જ જરુરી નથી હોતુ. આમ ક્રિકેટ ટીમમાં દરેક ધર્મના લોકોનો સમાવેશ થો હોય છે, જેથી કોઇ એક ધર્મને લઇને ર્નિણય લેવાને અયોગ્ય ગણાવ્યો હતો. જાેકે હજુ સુધી મ્ઝ્રઝ્રૈં દ્વારા કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા જારી કરી નથી. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યુ નથી કે, ફુડ મેનુ બીસીસીઆઇ દ્વારા અધિકારીક રીતે જારી કરવામાં આવ્યુ છે કે નહી. જાેકે હાલ તો મુદ્દો ઝડપથી ફેલાવવા લાગ્યો છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૨૫ નવેમ્બર થી બે મેચોની ટેસ્ટ સિરીઝ શરુ થઇ રહી છે. કાનપુરમાં પ્રથમ ટેસ્ટ રમાનારી છે. ટેસ્ટ મેચની શરુઆત પહેલા જ સોશિયલ મીડિયા પર ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ભોજન અને નાસ્તામાં શુ શુ પિરસવામાં આવશે, એ વાત સામે આવી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. કારણ કે ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓને જે ભોજન પિરસવામાં આવશે તેમાં, હલાલ મીટ નો સમાવેશ કરાયો છે. ક્રિકેટરોને માટે ખાસ ડાયટ પ્લાન હોય છે અને તે અંગે ખાસ દરકાર રાખવામાં આવતી હોય છે. મીડિયા રિપોર્ટનુસાર ટેસ્ટ મેચ માટે થઇને ડાયટ પ્લાન મુજબની ફૂડ મેનુ બહાર પાડવામાં આવેલ છે. જેમાં આખા દિવસ માટે કાઉન્ટર, સ્ટેડિયમમાં મીની બ્રેકફાસ્ટ, લંચ અને ચાના સમયે સ્નેક્સ તથા ડીનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોર્ક અને બીફને આ મેનુમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે નોન-વેજીટેરિયન વાનગીઓમાં હલાલ મીટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

BCCI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *