ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું? આ જ પ્રકારની સલાહ અગાઉ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણ બાદ આપી ચુક્યા છે.પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ મોંઘવારી સામે લડવા માટે વિચિત્ર સલાહ આપી છે. પીઓકે મામલાના મંત્રી અલી અમીને લોકોને સલાહ આપી હતી કે મોંઘવારીથી બચવા લોકોએ ખાવાનું ઓછુ કરી દેવું જાેઇએ. સાથે આ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકોએ આ સમયે દેશ માટે કુરબાની આપવી જાેઇએ અને ખાવાનું ઓછુ કરી દેવું જાેઇએ. મંત્રીની આ હાસ્યાસ્પદ સલાહ બાદ પાકિસ્તાનના નાગરિકો પણ ભડક્યા હતા અને મંત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે લોકોએ ઓછી રોટલી ખાવી જાેઇએ. સાથે જ ચામા ઓછી ખાંડ નાખવી જાેઇએ.