લખીમપુર
૩ ઓક્ટોબરના રોજ, લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતોને કથિત રીતે એક જીેંફ કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની હતી અને તેનો પુત્ર આશિષ મિશ્રા તેમાં હતો. આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીને બરતરફ કરવાની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમનો આક્ષેપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન પણ આ કેસમાં આરોપી છે.લખીમપુર ખીરી ખેડૂતોની હત્યા કેસના મુખ્ય આરોપી આશિષ અજય મિશ્રા ટેનીના પિતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના સ્ટાફ તરફથી ફરિયાદ મળી હતી કે તેમને પૈસા માટે ફોન આવ્યા હતા. આ મામલે નવી દિલ્હીમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. જે બાદ નોઈડાના ૪ અને દિલ્હીથી ૧ આરોપી સહિત કુલ ૫ લોકોની બ્લેકમેલ કરવા અને ખંડણી માંગવા કોલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. તેમની સામે હત્યાની એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીને સીજેએમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પત્રકાર રમણ કશ્યપની હત્યા કેસમાં કેસ નોંધાયેલો છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અન્ય કોઈ વધુ એફઆઈઆર વાજબી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાની માંગ કરતી ઁૈંન્ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની અને ઉતરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરી ઘટનાના ૪ દિવસ પહેલા અજય મિશ્રા ટેનીએ ખેડૂતોને ધમકી આપી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાને એક કાવતરા હેઠળ આકાર આપવામાં આવ્યો હતો.


