પાલનપુર
ઓડિશાના ભુવનેશ્વર ખાતે ર્જીંછ યુનિવર્સિટીમાં નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું સાત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જુદા જુદા રાજ્યોની ૨૦ ટીમોએ ભાગ ભજવ્યો હતો. કાશ્મીરથી કન્યાકુમારી અને વેસ્ટ બંગાળથી ગુજરાત સુધીની ટીમો અહીંયા એકત્ર થઈ હતી. જેમાં જુદા જુદા પ્રોગ્રામો અને પોતાનાં કલ્ચર એકબીજાને સ્ટેજ પ્રોગ્રામ થ્રુ બતાવવાનો તથા જાેવા જણાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ગુજરાતની ટીમમાં એન. એન. એસના પ્રોગ્રામ ઓફિસર ડો. મંજુલાબેન, ગૌસ્વામી જીજ્ઞેશ, ચૌધરી રીતુ, પરમાર નિશા, જાેષી રાજ, જીશાન ખાન અને નાઈ ધરતીબેને ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરતી નાઈ ધરતીબેન મહેશભાઈએ ગુજરાત રાજ્ય અને પોતાની સમાજનું નામ ઉજ્જવળ કરી ગુજરાતીની ઓળખ અને આન બાન શાન ગરબા યોજી સાથે રાજસ્થાની પર્ફોર્મન્સ આપી પોતાની આવડત દર્શાવી ગુજરાત રાજ્ય અને અમીરગઢ કોલેજ તથા નાઈ સમાજનું નામ ઉજ્જવળ કર્યું હતું.ભુવનેશ્વર ઓડિશા ખાતે ૧૫ ડિસેમ્બર ૨૦૨૧થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી સાત દિવસનો દ્ગૈંઝ્ર કેમ્પ યોજાયો હતો. જેમાં જુદા જુદા ૨૦ રાજ્યોની જુદી જુદી કોલેજાેએ ભાગ લીધો હતો. જેમાં કાશ્મીરથી કન્યા કુમારી અને વેસ્ટ બંગાળથી ગુજરાત સુધીની તમામ સિલેકટેડ ટીમો હજાર રહી હતી. જેમાં અમીરગઢ કોલેજની નાઈ ધરતીબેન મહેશભાઈએ ગરબા સાથે રાજસ્થાની પર્ફોર્મન્સ આપી પોતાની આવડત દેખાડી બનાસકાંઠાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
