National

આઈએસ હુમલામાં તાલિબાનીઓને ફટકો પડ્યો

કાબુલ,
તાલિબાની કમાંડરના મોતથી હક્કાની નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા હમદુલ્લા પાકટિકા અને ખોશ્ત પ્રાંતોંમાં તાલિબાનનો શૈડો ગવર્નર રહી ચુક્યો છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને નથી લીધી પણ એવા અહેવાલો છે કે આ આત્મઘાતી હુમલાને આઇએસઆઇએસના આતંકીઓએ અંજામ આપ્યો હોઇ શકે છે. અફઘાનિસ્તાનમાં ચર્ચિત પત્રકાર બિલાલ સરકારીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે આઇએસઆઇએસના આતંકી હવે પોતાના પહેલા સૌથી મહત્વપૂર્ણ ટારગેટની હત્યા કરવામાં સફળ થઇ ગયા છે. હમદુલ્લા તાલિબાનનો સૌથી કરિશ્માઇ નેતા માનવામાં આવે છે. જેને પગલે તાલિબાન પણ હચમચી ગયું છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ પાકિસ્તાનના પાલતુ આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનેલા હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીના મુખ્ય સૈન્ય રણનીતિકાર અને કાબુલના કમાંડર હમદુલ્લા મુખલિસનું એક હુમલામાં મોત નિપજ્યું છે. કાબુલમાં મંગળવારે થયેલા બે બોમ્બ ધમાકા અને ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા છે. રિપોર્ટ અનુસાર હમદુલ્લા તાલિબાનની સ્પેશિયલ ફોર્સ બદ્રી બ્રિગેડમાં કમાંડર હતો. આ જ બ્રિગેડને કાબુલમાં સુરક્ષાની જવાબદારી સોપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *