National

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

બેંગ્લોર
ઓક્ટોબરમાં કર્ણાટકના ક્લબુર્ગી અને બીદર જીલ્લામાં લોકોને ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. બીદર જીલ્લાના બાંસવકલ્યાણ ગામના અને કલબુર્ગીના ચિચોલી ગામના લોકોને ૧ ઓક્ટોબર થી ૧૨ ઓક્ટોબર વચ્ચે રિકટર સ્કેલ ૨.૫ની તીવ્રતા ના ઓછામાં-ઓછા ૬ આંચકા અનુભવયા હતા. પોલીસના કહેવા મુજબ સતત આવતા ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકોએ ઘરની બહાર ખુલ્લામાં રાત વિતાવી હતી. કર્ણાટક આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકાર કમિશનરે વારંવાર આવતા ભૂકંપના કારણને સમજવા માટે ભૂઃસ્તરશાસ્ત્રીઓની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર કર્ણાટક પ્રદેશમાં આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમને એ પણ કહેવાયું છે કે વધુ તીવ્રતાવાળા ભૂકંપ આવવાની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું જાેઈએ.કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં બુધવારે સવારે ૫ મિનિટના અંતરે ભૂકંપના ૨ આંચકા અનુભવવામાં આવ્યા.નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ,સવારે ૭-૧૪ વાગે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ હતી. ભૂકંપનું કેન્દ્ર બેંગ્લોર થી ૬૬ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં હતું અને તેની ઊંડાઈ ૨૩ કિલોમીટર હતી. જયારે તે પહેલા ૭ઃ૦૯ વાગે પણ ૩.૧ તીવ્રતાવાળા ઝટકા અનુભવ કરાયા હતા. ભૂકંપના આ બંને ઝટકાથી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાનની ખબર આવી નથી.

Earthquake-Bangaluru-5min-Two-Time.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *