National

થ્રિપ્સ નિયંત્રિત કરતા પેસ્ટિસાઇડ્‌સ પર બૅન લાગતાં સંકટ વધ્યું

વિજયવાડા
મરચાંની થ્રિપ્સ, કપાસના પિંક બૉલવર્મ અને ચોખાના બીપીએચ જેવા કીટાણુ પર અસરકારક ફોસેલોન અને ડીડીવીપી જેવા જંતુનાશકો બજારમાંથી ગાયબ થઈ ગયા છે અથવા તો તેના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. આ બંનેથી કીટાણુ કાબુમાં આવી જતા અને પાક સારો થતો. જાેકે, હવે તેના જેવી અસરકારક બીજી કોઈ દવા બજારમાં ઉપલબ્ધ નથી. આ ઉત્પાદનો પર ફક્ત એટલે પ્રતિબંધ લગાવાયો કારણ કે, તે બીજા દેશોમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતની સ્થિતિ પ્રમાણે તેની અસરકારકતાને ધ્યાનમાં જ નથી લેવાઈ. એટલું જ નહીં, તે બજારમાંથી હટાવતા પહેલા ખેડૂતોના સૂચનો પણ નથી લેવાયા. ખેડૂતો છેલ્લા બે-ત્રણ દસકાથી આ જંતુનાશકોનો ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે, એગ્રોકેમિકલ્સના ઉપયોગની સમીક્ષા કરતી વખતે જુદા જુદા મોડ ઓફ એક્શનની ભૂમિકા પર વિચાર કરવો પણ જરૂરી છે. ઓર્ગિનો-ફોસ્ફરસ ગ્રૂપના એગ્રોકેમિકલ્સને પ્રતિબંધિત કરવાથી કીટાણુઓ પર કાબુ રાખવાની વ્યૂહનીતિ પર અસર પડશે. ભારતે તેના નાના ખેડૂતોની ઉપયોગિતાના આધરો અને પોતાના કૃષિ-વાતાવરણ સંબંધિત આંકડાના આધારે જંતુનાશકોની સમીક્ષા કરવી જાેઈએ, નહીં કે યુરોપ કે બીજા ઠંડા દેશોના આધારે. કોઈ ખાસ પ્રજાતિ માટે જંતુનાશકોનો અયોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી, વધુ ઉપયોગ કરવાથી કે ખોટી રીતે ઉપયોગ કરવાથી, તે પ્રજાતિમાં તે જંતુનાશક સામે પ્રતિરોધક ક્ષમતા વિકસે છે. વારંવાર નવા બીજની શોધ અને નિર્માણની પ્રક્રિયા મોંઘી છે. એટલે હાલના જંતુનાશકોનો યોગ્ય ઉપયોગ કરવો જાેઈએ. ઊંડા અભ્યાસ વિના આવા અસરકારક ઉપાયોગને પ્રતિબંધિત કરવાથી પાક પર તેમજ ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર પડી શકે છે.આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના મરચા પકવતા ખેડૂતો થ્રિપ્સ જીવાતને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. આ સીઝનમાં અંદાજે ૫ લાખ એકર વિસ્તારમાં થ્રિપ્સ જીવાતનો પ્રકોપ જાેવા મળ્યો છે. આ વિસ્તારમાં દર એકરે અંદાજે ૬ ક્વિન્ટલ મરચા થાય છે અને એક ક્વિન્ટલના અંદાજે ૧૦ હજાર રૂ.ના ભાવે વેચાય છે. મતલબ કે ખેડૂતોને એકરદીઠ ૬૦ હજાર રૂ.નું નુકસાન થયું છે. ૫ લાખ એકરના હિસાબે ખેડૂતોને અંદાજે ૩ હજાર કરોડ રૂ.નું નુકસાન થવાનું અનુમાન છે. ગુંટૂર જિલ્લાના કોથાપાલમ ગામના ખેડૂત મન્નેમપલ્લી નરસિમ્હારાવ જણાવે છે કે તેમણે ૪.૫ એકરમાં મરચા વાવ્યા હતા, જે પાક થ્રિપ્સને કારણે તબાહ થઇ ગયો છે. કારુચોલૂ ગામના ખેડૂત ગૌતમ શ્રીનિવાસ રાવ પણ કહે છે કે વેસ્ટર્ન ફ્લાવર બ્લેક થ્રિપ્સને કારણે આ વિસ્તારમાં મરચાના તથા અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે. સરકારે ડીડીવીપી જેવા અસરકારક જંતુનાશકો પર પ્રતિબંધ લાદયો હોવાથી થ્રિપ્સ જેવી જીવાતોનો ત્રાસ વધી ગયો છે. બંને રાજ્યના હજારો ખેડૂતો આ જીવાતરૂપી આફતથી અસરગ્રસ્ત થયા છે અને સરકાર રાહત આપે તેવી માગ કરી રહ્યા છે. સાઉથ એશિયા બાયોટેક્નોલોજી સેન્ટરના ડાયરેક્ટર ભગીરથ ચૌધરીના જણાવ્યાનુસાર થ્રિપ્સ એ જીવાતની એક એવી પ્રજાતિ છે કે જેમાં નર અને માદા જનનાંગ એક જ જીવાતમાં હોવાથી તેમની સંખ્યા અત્યંત ઝડપથી વધે છે. તેને શરૂઆતમાં જ નિયંત્રિત ન કરાય તો તે ભારે તબાહી મચાવી શકે છે. આ જીવાત પર નિયંત્રણ માટે એકીકૃત યોજના ઘડીને કામ કરવું જાેઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *